________________
સાદિ અનંતા તિહાં વસ્યા રે લાલ સમય સમય તેહ જાય મેરે પ્યારે રે મંદિરમાંહિ દીપાલિકા રે લાલ સઘળાં તેજ સમાય મેરે પ્યારે રે... અષ્ટકર્મ૦ ૪ માનવભવથી પામીયે રે લાલ સિદ્ધ તણાં સુખ સંગ મેરે પ્યારે રે એહનું ધ્યાન સદા ધરો રે લાલ એમ બોલે ભગવતી અંગ મેરે પ્યારે રે... અષ્ટકર્મ૦ ૫ શ્રી વિજયદેવ પટોધરૂ રે લાલ શ્રી વિજયસિંહસૂરીશ મેરે પ્યારે રે સિદ્ધતણાં ગુણ એ કહાયા રે લાલ દેવ દીયે આશીષ મેરે પ્યારે રે... અષ્ટકર્મ૦૬
૨૫૦. વિનયની સજઝાયો (૧)
વિનય કરો ચેલા ગુરુ તણો, જિમ લહો સુખ અપારો રે; વિનય થકી વિદ્યા ભણો, તપ જપ સૂત્ર આચારો રે. વિનય૦ ૧ ગુરુવચન નવિ લોપીયે, નવિ કરીયે વચન વિદ્યાતો રે;
ઊંચે આસન નવિ બેસીયે, વચ્ચે વચ્ચે નવિ કરીએ વાતો રે. વિનય૦ ૨
ગુરુ આગળ નવિ ચાલીએ, નવ રહીયે પાછળ દૂર રે; બરોબર ઉભા વિ રહીયે, ગુરુને શાતા દીજે ભરપૂર રે. વિનય૦ ૩
વસ્ત્ર પાત્ર નિત્ય ગુરુતણાં, પડિલેહીએ દોય વારો રે; આસન બેસણ પુંજીએ, પાથરીએ સુખકારો રે. વિનય૦ ૪
અસન વસનાદિ સુખ દીએ, ગુરુ આણાએ મુખ નિરખો રે; વિબુદ્ધવિમલસૂરિ ઈમ કહે, શિષ્ય થાયે ગુરુ સરખો રે. વિનય૦ ૫
૨૫૧. વિનયની સજઝાયો (૨)
પવયણ દેવી ચિત્ત ધરી જી, વિનય વખાણીશ સાર; જંબૂને પૂછે કહ્યોજી, શ્રી સોહમ ગણધાર; ભવિક જન !, વિનય વહો સુખકાર. ૧
સજ્ઝાય સરિતા
૫૪૭