________________
સમકિત નિધાન સમસ્ત ગુણનું, એહવું મન લાવિયે; તેહ વિણ છૂટા રત્ન સરિખા, મૂલ ઉત્તર ગુણ સવે, કિમ રહે તાકે જેહ હરવા, ચોર જોર ભવો ભવે. ૫૯
ઢાળ ભાવો પંચમી રે ભાવના શમ દમ સાર રે, પૃથ્વી પરે રે સમકિત તસ આધાર રે; છઠ્ઠી ભાવના રે ભાજન સમકિત જો મિલે, શ્રત શીલનો રે તો રસ તેહમાંથી નવિ ઢલે. ૬૦
ટોટક છંદ નવિ ઢલે સમકિત ભાવના રસ, અમિય સમ સંવર તણો, પટ ભાવના એ કહી એહમાં, કરો આદર અતિ ઘણો; ઈમ ભાવતાં પરમાર્થ જલનિધિ, હોય નિત્ય ઝકઝોલ એ, ઘન પવન પુણ્ય પ્રમાણ પ્રગટે, ચિદાનંદ કિલ્લોલ એ, ૬૧
ઢાળ ૧૨-મી ઠરે જિહાં સમકિત તે થાનક, તેહના ષટવિધ કહિયે રે, તિહાં પહેલું સ્થાનક છે “ચેતન” લક્ષણ આતમ લહિયે રે; ખીર નીર પરે પુદ્ગલ મિશ્રિત, પણ એહથી છે અળગો રે, અનુભવ હંસચંચૂ જો લાગે, તો નવિ દીસે વળગો રે. ૬૨ બીજું સ્થાનક નિત્ય અતમા', જે અનુભૂત સંભારે રે, બાળકને સ્તનપાન વાસના,પૂરવ ભવ અનુસાર રે; દેવ મનુજ નરકાદિક તેહના, છે અનિત્ય પર્યાય રે, દ્રવ્ય થકી અવિચલિત અખંડિત, નિજ ગુણ આતમરાય રે.૬૩ ત્રીજું સ્થાનક “ચેતનકર્તા', કર્મતણે છે યોગે રે, કુંભકાર જિમ કુંભ તણોએ, દંડાદિક સંયોગે રે; નિશ્ચયથી નિજ ગુણનો કર્તા, અનુપરિત વ્યવહારે રે,
સક્ઝાય સરિતા
૫૪૫