________________
બોલ્યું તેહવું પાલિયે, દંતિ દંત સમ બોલ લલના; સજ્જન ને દુર્જન તણા, કચ્છપ કોટિને તોલ લલના. બોન્ડ પર રાજા નગરાદિક ધણી, તસ શાસન અભિયોગ લલના; તેથી કાર્તિકની પરે, નહિ મિથ્યાત્વ સંયોગ લલના. બો૦ પ૩ મેળો જનનો ગણ કહ્યો, બલ ચોરાદિક જાણ લલના; ક્ષેત્રપાલાદિક દેવતા, તાતાદિક ગુરૂ ઠાણ લલના. બો૦ ૫૪ વૃત્તિ દુર્લભ આજીવિકા, તે ભીષણ કાંતાર લલના; તે હેતે દૂષણ નહીં, કરતાં અન્ય આચાર લલના. બો. ૫૫
ઢાળ ૧૧-મી ભાવિજે રે સમકિત જેહથી રૂઅડું, તે ભાવના રે ભાવો મન કરી પરવડું; જો સમકિત રે તાજું સાજું મૂલ રે. તો વ્રતતરૂ રે દીયે શિવલ અનુકૂલ રે. ૨૬
ત્રોટક છંદ અનુકૂલ મૂલ રસાલ સમકિત, તેહ વિણ મતિ અંધ રે, જે કરે કિરિયા ગર્વ ભરિયા, તેહ જૂઠો ધંધ રે; એ પ્રથમ ભાવના ગુણે રૂડી, સુણો બીજી ભાવના, બારણું સમકિત ધર્મપૂરનું, એવી તે પાવના. પ૭
ઢાળ ત્રીજી ભાવના રે સમક્તિપીઠ જો દઢ સહી, તો મોટો રે ધર્મ પ્રાસાદ ડગે નહીં; પાયે ખોટે રે મોટે મંડાણ ન શોભીયે, તેહ કારણ રે સમક્તિશું ચિત્ત થોભીયે. ૫૮
ટોટક છંદ થોભીયે ચિત્ત નિત એમ ભાવી, ચોથી ભાવના ભાવિયે,
૫૪૪
સઝાય સરિતા