________________
ભદ્રબાહુ પરે જેહ નિમિત્ત કહે, પર મત પણ કાજ; તેહ નિમિત્તિ રે ચોથો જાણિયે, શ્રીજિનશાસન રાજ. ધન૩૧ તપ ગુણ ઓપેરે રોપે ધર્મને, ગોપે નવિ જિન આણ; આશ્રવ લોપે રે નવિ કોપે કદા, પંચમ તપસી તે જાણ. ધન૦૩૨ છઠ્ઠો વિદ્યા રે મંત્ર તણો બલિ, જિમ શ્રીવયર મુર્શિદ; સિદ્ધ સાતમો રે અંજન યોગથી, જિમ કાલિક મુનિ ચંદ. ધન. ૩૩ કાવ્ય સુધારસ મધુર અર્થ ભર્યા, ધર્મ હેતુ કરે જેહ, સિદ્ધસેન પરે રાજા રીઝવે, અઠ્ઠમ વર કવિ તેહ. ધન૦ ૩૪ જબ નવિ હોવે પ્રભાવક એહવા, તવ વિધિ પૂર્વ અનેક; જાત્રા પૂજાદિક કરણી કરે, તેહ પ્રભાવક છેક. ધન૦ ૩૫
ઢાળ ૭-મી સોહે સમક્તિ જેહથી, સખિ ! જિમ આભરણે દેહ; ભૂષણ પાંચ તે મન વસ્યાં, સખિ મન વસ્યાં, તેહમાં નહિ સદેહ, મુજ સમક્તિ રંગ અચલ હોજો.
પહેલું કુશલપણું તિહાં, સખિ વંદનને પચ્ચખાણ; કિરિયાનો વિધિ અતિ ઘણો, સખિ૦ આચરે તેહ સુજાણ. મુજ૦૩૭
બીજું તીરથ સેના, સખિ તીરથ તારે જે હ; તે ગીતારથ મુનિવરા, સખિ તેહશું કીજે નેહ. મુ૦ ૩૮ ભગતિ કરે ગુરૂ દેવની, સખિ ત્રીજું ભૂષણ હોય; કિણહી ચલાવ્યો નવિ ચલે, સખિ ચોથું ભૂષણ જોય. મુ૦ ૩૯ જિનશાસન અનુમોદના, સખિ જેહથી બહુ જ હુંત; કીજે તેહ પ્રભાવના, સખી પાંચમું ભૂષણ ખંત. મુ) ૪૦
ઢાળ ૮-મી
(રાગ : ધર્મ જિનેશ્વર ગાઉ રંગશું) લક્ષણ પાંચ કહ્યાં સમકિતતણાં, ધૂર ઉપશમ અનુકૂલ સુગુણ નર. અપરાધીશું પણ નવિ ચિત્ત થકી, ચિંતવીયે પ્રતિકૂળ.
૩૬
૫૪૨
સક્ઝાય સરિતા