________________
જિન ભગતે જે નવિ થયું રે, તે બીજાથી નવિ થાય રે; એવું જે મુખ ભાખિયે રે, તે વચન શુદ્ધિ કહેવાય રે. ૨૦ ૨૧ છે ધો ભેદ્યો વેદના રે, જે સહતો અનેક પ્રકાર રે; જિન વિણ પરસુર નવિ નમે રે, તેમની કાયા શુદ્ધિ ઉદાર રે. ચ૦ ૨૨
ઢાળ પ-મી
(રાગ : કડવાં ફલ છે ક્રોધનાં) સમકિત દૂષણ પરિહરો, જેમાં પહેલી છે શંકા રે; તે જિનવચનમાં મત કરો, જે હવે સમ નૃપ રંકા રે.
સમકિત દૂષણ પરિહરો.................૨૩ કંખા કુમતની વાંછના, બીજું દૂષણ તજિયે; પામી સુરતરૂ પરગડો, કિમ બાઉલ ભજિયે. સ૦ ૨૪ સંશય ધર્મનાં ફલ તણો, વિતિગિચ્છા નામે; ત્રીજું દૂષણ પરિહરો, નિજ શુભ પરિણામે. સ૦ ૨૫ મિથ્યામતિ ગુણ વર્ણનો, ટાલો ચોથો દોષ; ઉન્મારગી ઘુણતાં હુવે, ઉન્મારગ પોષ. સ૨૫ પાંચમો દોષ મિથ્યામતિ, પરિચય નવિ કીજે; ઈમ શુભ મતિ અરવિંદની, ભલી વાસના લીજે. સ૦ ૨૭
ઢાળ ૬ કી. (રાગ : અભિનંદન જિન દરિશણ તરસીએ) આઠ પ્રભાવક પ્રવચનના કહ્યા, પાવયણી ધુરિ જાણ; વર્તમાન યુતના જે અર્થનો, પાર લહે ગુણ ખાણ.
ધન ધન શાસન મંડન મુનિવરા..........૨૮ ધર્મકથી તે બીજો જાણિયે, નંદિષેણ પરે જેહ, નિજ ઉપદેશે રે રંજે લોકને, ભેજે હૃદય સંદેહ. ધન૦ ૨૯ વાદી ત્રીજો રે તર્ક નિપુણ ભણ્યો, મલ્લવાદી પરે જેહ; રાજદ્વારે રે જય કમલા વરે, ગાજતો જિમ મેહ. ધન૦ ૩૦
// સક્ઝાય સરિતા
૫૪૧