________________
ઢાળ ૧- લી (રાગ : વીર જિનેશ્વર ઉપદિશે) ચઉ સહણા તિલિંગ છે,દશવિધ વિનય વિચારો રે; ત્રણ શુદ્ધિ પણ દૂષણ, આઠ પ્રભાવક ધારો રે. ૫
ત્રોટક છંદ
પ્રભાવક અડ પંચ ભૂષણ, પંચ લક્ષણ જાણિયે, લટજયણા ષટ આગાર ભાવના, છવિહા મનઆણિયે; ટ ઠાણ સમકિત તણા સડસઠ, ભેદ એહ ઉદાર એ, એહનો તત્ત્વવિચાર કરતાં, લહીજે ભવપાર એ. ૬ ચહુવિહ સહણાં તિહાં, જીવાદિક પરમત્યો રે; પ્રવચનમાં જે ભાખિયા, લીજે તેહનો અત્યો રે. ૭ તેહનો અર્થ વિચાર કરિયે, પ્રથમ સહણા ખરી, બીજી સહા તેહની જે, જાણ મુનિ ગુણ જવહરી; સંવેગ રંગતરંગ ઝીલે, માર્ગ શુક્ર કહે બુધા, તેહની સેવા કીજિયે જિમ, પીજિયે, સમતા સુધા. ૮ સમકિત જેણે ગ્રહી વમ્યું, નિહવ ને અહછંદા રે; પાસસ્થાને કુશીલિયા, વેષ વિડંબક મંદા રે. ૯ મંદા અનાણી દૂર છંડો, ત્રીજી સહણા ગ્રહી, પરદર્શનીનોસંગ તજિયે, ચોથી સહા કહી; હીણા તણો જે સંગ ન તજે, તેહનો ગુણ નવિ રહે, જયું જલધિ જલમાં ભલ્યું, ગંગાનીર લૂણપણું. ૧૦ ઢાળ રજી
(રાગ : જંબુદ્વિપના ભરતમાં રે)
ત્રણ લિંગ સમકિત તણાં રે, પહિલો શ્રુત અભિલાષ;
જેહથી શ્રોતા રસ લહે રે, જેવો સાકર દ્રાખ રે,
પ્રાણી ! ધરીયે સમકિત રંગ, જિમ લહિયે સુખ અભંગ રે. પ્રા૦ ૧૧
સજ્ઝાય સરિતા
૫૩૯