________________
એહનું મુખ રૂડું કુચ કણસલા એહની આંખ ભલી અણીયાળી રે ઈમ નીરખે અંગ જે નારીનો તેહની ચોથી વાડ ઉલાળી રે... નવવાડ૦ ૫
જે ભીંત અંતર નવ રહે જિહાં નારી સબદ સંભળાય રે
જિમ પારદ પૃથ્વીમાંહી રહે સ્ત્રી શબ્દ ઉદ્યાન ધાઈ રે... નવવાડ૦ ૬
પૂરવે ભોગ જે ભોગવ્યા વ્રત લીધા પછી ન સંભારે રે
જિમ વરસે અહિ વિષે વિસ્તરે તે તો શીયલની વાડી સંહારે રે... નવવાડ૦ ૭
સરસ આહારના લોલુપી થઈ સરસ આહારને જારે રે
તેની વાડ નિશ્ચે રહે નહીં સ્થૂલિભદ્ર ઉપનય તારે રે... નવવાડ૦ ૮
ઉણોદરી વ્રત નવિ આદરે અણભાવતું ખાયે અગલચે રે
આહાર લેવા સમે નિવ ઓળખે તેહની વાડીસ્યું રહે સંચ રે... નવવાડ૦ ૯ નખકેશ વેશ શોભા ધરે તનમલ ફ્રેડે શુભ રૂપ રે
તેહનું શીલરત્ન સમળીપરે ઝડપી લેઈ નાખે તે ફૂપ રે... નવવાડ૦ ૧૦
નવવાડ રૂડી પેરે સાચવે ધન શીયલતણું જગ જેહો રે શ્રી મહિમાપ્રભ સૂરીશના ભાવતે સાધુશું નેહો રે... નવવાડ૦ ૧૧ સમકિતના ૬૭ બોલની સજ્ઝાય
૫૩૮
દોહા
સુકૃતવલ્લિ કાદંબિની, સમરી સરસતિ માત; સમકિત સડસઠ બોલની, કહિશું મધુરી વાત. ૧ સમકિતદાયક ગુરૂ તણો, પચ્ચુવયાર ન થાય; ભવ કોડકોડે કરી, કરતાં સર્વ ઉપાય. ૨ દાનાદીક કિરિયા નદિયે, સમકિત વિણ શિવ શર્મ; તે માટે સમકિત વડું, જાણો પ્રવચન મર્મ. ૩ દર્શન મોહ વિનાશથી જે નિર્મળ ગુણઠાણ તે નિશ્ચય સમકિત કહ્યું, તેહના એ અહિઠાણ. ૪
સજ્ઝાય સરિતા