________________
ઉત્તમપદ પદ્મને અનુસરીયા, તેના ભવ ફેરા ટળીયા રે. પ
૨૪૬. શીયલની સજઝાયો (૩)
(રાગ – એ મેરે પ્યારે વતન)
-
ગીરૂઆરે ગુણ શીયલના, જે પાલે નરનારી રે; જગમાં કીર્તિ તેહની, મળી ગાવે દેવકુમારી રે. ૧ શીલે નવિધિ પામીયે, શીલે ગરથ ભંડાર રે; શીલે નારદ ઉધ્ધર્યા રે, શીલે શીવ કુમાર રે. ૨ શીલે સુદર્શન જાણીયે, શીલે જંબકુમાર રે; શીલે સીતારામની, વળી સુભદ્રા નાર રે. ૩ શીલે દ્રૌપદી ગહગહી, લઈ સંયમ સુરગતિ જાય રે; ઈણી પરે શીલ ગાવતા, મુજ રસના પાવન થાય રે. ૪
શ્રી વિજયરાજ સૂરીશ્વર, તપગચ્છપતિ ગુણખાણી રે; યાવિજય વિબુધ તણો, વંદે સુખવિજય શુભવાણી રે. ૫
[X] ૨૪૭, શીયલની સજઝાયો (૪) (નવવાડની સજ્ઝાય)
નવવાડ મુનીસર મન ધરો જે સંયમનું છે સારો રે
વર્ધમાન જિનેશ્વર ઈમ ભણે સહુ સાંભળો પર્ષદા બારો રે... નવવાડ૦ ૧
નારીની વસતીએ નવિ રહે રહેતાં તો વાડ લોપાયે રે
જિમ બિલાડી ઘર પ્રાહુણો હંસ ચતુર કહો કિમ થાયે રે... નવવાડ૦ ૨
જે કુળ બળ રૂપ નારી તણો ન વખાણે બ્રહ્મચારી રે
તેની વાડ બીજી તાજી રહે કામ ન કરે તિહાં અસવારી રે... નવવાડ૦ ૩
00
નારીને બેસણે નવિ બેસે જે શીલરયણના ધોરી રે
જિમ આહેડીયે પાસો રચ્યો મૃગ છંડે તો સુખકારી રે... નવવાડ૦ ૪
સજ્ઝાય સરિતા
૫૩૭