________________
ઢાળ ૭ :. આAવભાવના સાતમી રે સમજો સુગુરૂ સમીપ ક્રોધાદિક કાંઈ કરો રે પામી શ્રી જિન દીપો રે સુણ સુણ પ્રાણીયા પરિહર આશ્રવ પંચ દશમે અંગે જિન કહ્યાં જેહના દુષ્ટ પ્રપંચો રે... સુણસુણ૦ ૧ હોંશે જે હિંસા કરે રે તે લહે કટુક વિપાક પરિહોસે ગોત્રાસની રે જોજો અંગ વિપાકો રે... સુણસુણ૦ ૨ મિથ્યાવયણે વસુ નડ્યો રે મંડિક પરધન લઈ ઈમ અબ્રહ્મ રળવ્યાં રે ઈંદ્રાદિક સુર કે ઈ રે.. સુણસુણ૦ ૩ મહાઆરંભ પરિગ્રહે રે બ્રહ્મદત્ત નરક પહૂત સેવ્યાં શત્રુપણું ભજે રે પાંચે દુર્ગતિ દૂતો રે.. સુણસુણ૦ ૪ છિદ્ર સહિત નાવા જ લે રે બૂડે નીર ભરાય તિમ હિંસાદિક આશ્રવે રે પાપે પિંડ ભરાયો રે... સુણસુણ૦ ૫ અવિરતિ લાગે એકેંદ્રિયા રે પાપસ્થાનક અઢાર લાગે પાંચે હિી ક્યિા રે પંચમ અંગે વિચારો રે... સુણસુણ૦ ૬ કટુક ક્રિયા થાનક ફળ્યાં રે બોલ્યા બીજે રે અંગ કહેતાં હોયડું કમકમે રે વિરૂઓ તાસ પ્રસંગો રે.. સુણસુણ૦ ૭ મૃગ પતંગ અલી માછલું રે કરી એક વિષય પ્રપંચ દુઃખીયા તે કિમ સુખ લહે રે જસ પરવશ એહ પંચો રે...સુણસુણ૦ ૮ હાસ્ય નિંદ વિથા વસે રે નરક નિગોદે રે જાત પૂરવધર મૃત હારીને રે અવરાંની શી વાતો રે... સુણસુણ૦ ૯
દુહા . શુભમાનસ માનસ કરી ધ્યાન અમૃદરસ રેલી નવદલ શ્રી નવકાર પદ કરી કમલાસન કેલી... ૧
સક્ઝાય સરિતા
૫૨૯