________________
દુહા - મોહ વશી મન મંત્રી ઈદ્રિય મળ્યા કલાલ પ્રમાદ મદિરા પાય કે બાંધો જીવ ભૂપાલ... ૧ કર્મ જંજીર જડી કરી સુકૃત માલ સવિ લીધ અશુભ વિરસ દુગંધમય તનુ રહેવાને દીધ... ૨
- ઢાળ ૬ : છઠ્ઠી ભાવના મન ધરો છઉ અશુચિ ભરી એ કાયા રે શી માયા રે માંડે કાચા પિંડશું એ.... નગરપાળ પરે નિતુ વહે કફમલમૂત્ર ભંડારો રે તિમ દ્વારા રે નર નવ, દ્વાદશ નારીનાં એ... શી માયા રે૦ ૨ દેખી દુર્ગધ દૂરથી તું મુંહ મચકોડે માણે રે નવિ જાણે રે તિણ પુદ્ગલ નિજતનુ ભર્યું એ.. શી માયા રે૩ માંસ રૂધિર મેદા રસેં અસ્થિ મજા નર બીજે રે શું રીઝે રે રૂપ દેખી દેખી આપણું એ... શી માયા રે. ૪ કૃમિ વાલાદિક કોથળી મોહરાયની ચેટી રે એ પેટી રે ચર્મજ ડિત ઘણા રોગની એ.. શી માયા રે. ૫ ગર્ભવાસ નવ માસમાં કૃમિ પરે મળમાં વસિયો રે તું રસિયો રે ઉધે માથે ઈમ રહ્યો એ... શી માયા રે૦ ૬ કનક કુંવરી ભોજન ભરી તિહાં દેખી દુર્ગધ બૂઝયા રે અતિ ઝુઝયા રે મદ્ધિ મિત્ર નિજ કર્મશું એ... શી માયા રે. ૭
દુહા તન છિલ્લર ઈદ્રિય મચ્છા વિષય કલણ જંબાળ પાપકલુષ પાણી ભર્યું આશ્રવ વહે ઘડ નાળ... ૧ નિર્મલાખ સહજે સુગતિ નાણ વિજ્ઞાણ રસાલ શું બગની પરે પંક જલ ચુંથે ચતુર મરાલ... ૨
૫૨૮
સક્ઝાય સરિતા