SearchBrowseAboutContactDonate
Page Preview
Page 562
Loading...
Download File
Download File
Page Text
________________ નિત્ય કલહો બહુ મેળે દેખીઓ બિહુંપણે ખટપટ થાય રે વલયાની પરે વિહરીશ એકલો ઈમ બૂઝયો મિરાય રે... મમ૦ ૭ દુહા ભયસાયર બહુ દુ:ખ જલે જન્મ-મરણ તરંગ મમતા તંતુ તિણે ગ્રહ્યો ચેતન ચતુર માતંગ... ૧ ચાહે જો છોડણ ભણી તો ભજ ભગવંત મહંત દૂર કરે પર બંધને જિમ જળથી જલકું ત... ઢાળ ૫ઃ પાંચમી ભાવના ભાવીયે રે, જીવ અન્યત્વ વિચાર; આપ સવારથી એ સહુ રે, મળીયો તુજ પરિવાર. સં૦ ૧ સંવેગી સુંદર બુઝ, મા મુઝ ગમાર; તારું કો નહીં ઈણ સંસાર, તું કેહનો નહી નિરધાર. સં૦ ૨ પંથશિરે પંથી મળ્યા રે, કીજે કિણહીશું પ્રેમ; રાતિ વસે પ્રહ ઊઠી ચલે રે, નેહ નિર્વાહ કેમ ? સં૦ ૩ જિમ મેળો તીરથે મળે રે, જન જન વણજની ચાહ; ૐ ત્રોટો હૈ ફાયદો રે, લેઈ લેઈ નિજ ઘર જાહ. સં૦ ૪ જિહાં કારજ જેહનાં સરે રે, તિહાં લગે દાખે નેહ; સૂરિકાંતા નારી પરે રે, છટકી દેખાડે છેહ. સં૦ ૫ ચૂળણી અંગજ મારવા રે, કૂંડું કરે જતુગેહ; ભરત બાહુબલી જીઝીયા રે, જો જો નિજના નેહ. સં૦ ૬ શ્રેણિક પુત્રે બાંધીયો રે, લીધું વહેંચી રાજ્ય; દુ:ખ દીધું બહુ તાતને રે, દેખો સુતના કાજ. સં૦ ૭ એ ભાવનાએ શિવપુર લહે રે, શ્રી મરૂદેવી માય; વીર શિષ્યે કેવળ લહ્યું રે, શ્રી ગૌતમ ગણરાય. સં૦ ૮ સજ્ઝાય સરિતા ૨ ૫૨૭
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy