________________
લખ ચોરાશી ચૌટે રમતો રંગશું રે કરી કરી નવનવા વેશ
રૂપ-કુરૂપ ધની નિદ્રવ્ય સોભાગીઓ રે દુર્ભાગી દરવેશ... ચેતન૦ ૫ દ્રવ્ય-ક્ષેત્ર સૂક્ષ્મને બાદર ભેદશું રે કાલભાવ પણ તેમ
અનંત અનંતા પુદ્ગલ પરાવર્ત કર્યા રે કહ્યો પન્નવણા એમ... ચેતન૦૬ ભાઈ બ્લેન નરનારી તાતપણું ભજે રે માતપિતા હોયે પુત્ર તેહી જ નારી બૈરી ને વળી વાલહી રે એહ સંસારહ સૂત્ર... ચેતન૦ ભુવન ભાનુ જિન ભાખ્યાં ચરિત્ર સુણી ઘણાં રે સમજ્યા ચતુર સુજાણ કર્મ વિવર વશ મૂકી મોહ વિટબના રે મળ્યા મુગતિ જિન ભાણ... ચેતન૦ ૮
દુહા ઈમ ભવો ભવ જે દુ:ખ સહ્યાં તે જાણે જગનાથ ભયભંજણ ભાવઠ હરણ ન મળ્યો વિહડ સાથ... ૧ તેણે કારણ જીવ એકલો છોડી રાગ ગલ પાસ સણિસંસારી જીવશું ધર ચિત્ત ભાવ ઉદાસ... ૨
ઢાળ ૪ઃ
ચોથી ભાવના ભવિયણ મન ધરો ચેતન ! તું એકાકી રે આવ્યો તિમ જાઈશ પરભવ વળી ઈહાં મૂકી સિવ બાકી રે... મ-મ કર મમતા રે સમતા આદરો આણી ચિત્ત વિવેકો રે સ્વારથીયા સ્વજન સહુએ મળ્યાં સુખ-દુ:ખ સહેશે એકો રે... મમ૦ ૨ વિત્ત વહેંચણ આવી સહુએ મળે વિપત્તિ સમય જાય નાસી રે
દવ બળતો દેખી દદિશે પુલે જેમ પંખી તરૂવાસી રે... મમ૦ ૩ ષટખંડ નવિધિ ચૌદ રયણ ધણી ચોસઠ સહસ્ર સુનારી રે
છેડો છોડી તે ચાલ્યા એકલા હાર્યો જેમ જુગારી રે... મમ૦ ૪ ત્રિભુવન કંટક બિરૂદ ધરાવતા કરતા ગર્વ ગુમાનો રે ત્રાગાવિણ નાગા તે સહુ ચાલ્યા રાવણ સરિખા રાજાનો રે... મમ માત રહે ઘર સ્રી વિશ્રામિતા પ્રેતવના લગે લોકો રે ચય લગે કાયા રે આખર એકલો પ્રાણી ચલે પર લોકો રે... મમ૦ ૬
સજ્ઝાય સરિતા
૫૨૬