________________
દ્વિપાયન દહી દ્વારિકા બલવંત ગોવિંદ-રામ રે રાખી ન શક્યા રે રાજવી માતપિતા સુત ધામ રે તિહાં રાખ્યા જિન નામ રે શરણકીયો નેમિ સ્વામ રે વ્રત લેઈ અભિરામ રે પહોંત્યા શિવપુર ઠામ રે... લાલ૦ ૪ નિત્યમિત્ર સમ દેહડી સયણાં પર્વ સહાય રે જિનવર ધર્મ ઉગારશે જિમ તે વંદનીક ભાય રે રાખે મંત્રી ઉપાય રે સંતોષ્યો વળી રાય રે, ટાળ્યા તેહના અપાય રે...
લાલ૦ ૫ જન્મ-જરા-મરણાદિકા વયરી લાગ્યા છે કેડ રે અરિહંત શરણ તું આદરી ભવભ્રમણ દુઃખ ફેડ રે શિવસુંદરી ઘર તેડ રે, નેહનવલ રસ રેડ રે, સીંચ સુકૃત સુર પેડ રે...
લાલ૦ ૬
દુહા થાવગ્યા સુત થરહર્યો જોર દેખી જમધાડ સંયમ શરણું સંગ્રહ્યું ધણ-કણ-કંચન છાંડ... ૧ ઈણ શરણે સુખીયા થયા શ્રી અનાથી અણગાર શરણ લહ્યા વિણ જીવડા ઈણી પેટે રૂલે સંસાર... ૨
ઢાળ છે ? ત્રીજી ભાવના ઈણી પેરે ભાવીએ રે એહ સ્વરૂપ સંસાર કર્મવશે જીવ નાચે નવનવ રંગશું રે એ-એ વિવિધ પ્રકાર
ચેતન ચેતી રે ૧ ચેતન ચેતીયે રે લહી માનવ - અવતાર ભવનાટકથી જો હુઆ ઉભગા રે તો છાંડો વિષયવિકાર... ચેતન૦ ૨ કબહી ભૂજલ જલણાનિલતરૂમાં ભમ્યો રે કબહી નરક નિગોદ બિતિચઉરિંદ્રીયમાંહે કઈ દિન વસ્યો રે કહીક દેવ વિનોદ... ચેતન) ૩ કીડી પતંગ હરિ માતંગપણું ભજે રે બહીક સર્પ શીયાળ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય કહાવતો રે હોવે શૂદ્ર ચંડાલ... ચેતન૦ ૪
સઝાય સરિતા
૫૨૫