________________
એક ઉણી ચાલીસની રે ઉદીરણા અવદાત રે પંચાશી પયડી તણી રે સત્તા જેહ વિખ્યાત રે... ગુણ ઠાણો૦ ૬ સંપ્રતિ પંચ વિદેહમાં રે વિચરે વીસ મુણિંદ રે સયોગી ઠાણે અલંક્ય રે સેવે સુર નર છંદ રે... ગુણ ઠાણો૭ દોય કોડી સાધુ કેવલી રે વંદન તેહને ત્રિકાલ રે પુરવિજય ગુરૂ નામથી રે મણિવિજય મંગલ માલ રે... ગુણ ઠાણો૮
ઢાળ ૧૪ : અયોગી નામે ચૌદમું એ ગુણઠાણું શ્રીકાર કહ્યું એ જિનવર એ એ, ઈ, ઉ, ઝ, લૂ સમાન કે માનજ એનું એ જે હથી શિવસુખ સાર...
કહ્યું એ જિનવરૂએ. ૧ બંધ નહીં પયડી તણો એ ઉદયતણો સાવજોય સુભગ આદેય જશવળીએ વેદની ત્રસ ત્રિક હોય...
કહ્યું એ જિનવરૂએ૦ ૨ પચેંદ્રી જાતિ નર આઉખુંએ નરની ગતિ જિન નામ ઉચગોત્ર ત્રણ બારનો એ અંત થાય છેહડે તામ...
કહ્યું એ જિનવરૂએ૦ ૩ ઉદીરણા ઈહાં નવિ લહીયે સત્તા સુણો વિરતંત છેહલા દુગસમે જાણીયે એ બિહોતર પયડીનો અંત...
કહ્યું એ જિનવરૂએ૦ ૪ નામ થકી હવે તે કહું એ સ્વર ખગે ગંધ દોય ફરસ આઠ વર્ણ પાંચનો એ રસ તનું બંધન સોય...
- કહ્યું એ જિનવરૂએ૫ સંઘાતન એ સવિ તણીએ પંચ પંચ પયડી જેહ નિર્માણ નામ તે ભેળતાં એ ચાલીશ પુરી એહ...
કહ્યું એ જિનવરૂએ. ૬ સંઘયણ અથિર ષટ સહીયે સંસ્થાન ખસુ વિવેક
આ સક્ઝાય સરિતા
૫૨૧