________________
ભાખી પયડી છપ્પન જેહ મનમાંહે આણો તેહ... ૪ સકલ પંડિત શિરદાર કપૂરવિજય સુખકાર તસ ચરણ પસાજ પામી મણિવિજય કહે શિરનામી... ૫
ઢાળ ૧૨ : શ્રી જિનવરજી એમ બોલે વાણી તે અમૃત તોલે, હો, સુણો મુનિ સમભાવે ક્ષીણ મોહ ગુણઠાણ દ્વાદશમું ગુણ મણખાણ હો... સુણો૧ બંધ કહ્યો સત્તા કેરો ઉદયે તે ભેદ અનિરોહો હો સુણો૦ ઋષભ નારાચ દુગ ટાળો સત્તવિન ઉદય નિહાળો હો... સુણો૦ ૨ ઉદય છે હલે છે ભાગે નિદ્રા પ્રચલા નવિ લાગે હો સુણો૦ ઉદીરણા ચોપન કરી સત્તાયે પયડી અનેરી હો... સુણો૦ ૩ છેલ્લા દુગ સમય જોય એકસો એક પયડી હોય તો સુણો નિદ્રા નિદ્રા પ્રચલા અંત નવાણું ભેદ એ તંત હો... સુણો૦ ૪ દંસણ ચાર પંચ જ્ઞાન અંતરાય પણ ચઉદ જ માન હો સુણો અંત કરે એહનો છેહડે નહિ ઉપજે તે ફરી કેડે હો... સુણો૦ ૫ સકલ પંડિત શિણગાર કપુરવિજય શિરદાર હો સુણો૦ તસ સુપસાયે એ ભાવ જાણ્યા મણિવિજય તેહ વખાણ્યા હો... સુણો૦ ૬
ઢાળ ૧૩ : ગુણ ઠાણો હવે તેરનો રે ભાખ્યો શ્રી જિનરાય રે સયોગી નામે ભલું રે આવ્યું તે નવિ જાણ રે... ગુણ ઠાણો. ૧ બંધે શાતા વેદની રે ઉદય કહ્યું નિરધાર રે નાણાવરણી પાંચે સહી રે અંતરાય પંચ વિચાર રે... ગુણ ઠાણો૦ ૨ દર્શન ચારે ચઉદનો રે ઉદય નહીં ઈણ ઠાણ રે તીર્થંકર નામ ભેળતાં રે બેંતાલીસ ઉદય પરિણામ રે... ગુણ ઠાણો. ૩ ઉદ થીર ખગે ઈગ દુગે રે પ્રત્યેક ત્રિક છ સંઠાણ રે અગુરૂ લઘુ વર્ણ ચારનો રે નિર્માણ તેયસ જાણ રે... ગુણ ઠાણો. ૪ કામણ પહેલાં સંઘયણનો રે દૂસર સુસર જોય રે શાતા અશાતા એકનો રે એત્રીસનો અંત હોય રે... ગુણ ઠાણો. ૫
૫૨૦
સઝાય સરિતા