________________
નીચગોત્ર ઉદ્યોતનો પ્રત્યાખ્યાન કષાય રે... સુણો જિનવાણી ૩ ઉદયનહીં એ આઠનો આહારક દોય ઉદાર રે... સુણો જિનવાણી તે ભેળવતાં એક્યાસીનો ઉદય કહ્યો સુવિચાર રે.. સુણો જિનવાણી ૪ ઉદારણાએ અંત હોવે શાતા-અશાતા હોય રે... સુણો જિનવાણી આહારદ્ધિક થીણ ત્રિક નર આયુ આઠ તે જોય રે... સુણો જિનવાણી ૫ સત્તા સમકિતથી લહ્યો દાખી આગમ સાર રે... સુણો જિનવાણી કપુરવિજય ગુરૂજી જ્યો મણિવિજય હિતકાર રે... સુણો જિનવાણી ૬
ઢાળ ૭ : શ્રી જિનવર ઈમ ઉપદિશે અપ્રમત્ત ગુણઠાણે રે સર્વવિરતિ ઈહાં કહી ધારો મુનિ ગુણખાણી રે... શ્રી જિનવર૦ ૧ સોગ અરતિ અથિર દુગુંછા અયશ અશાતા કેરો રે બંધ નહીં ઈહાં ખટ તણો સુર આયુ બંધ અનેરો રે... શ્રી જિનવર૦ ૨ એકે ઉણી સાઠનો અથવા અઠ્ઠાવન બંધ રે આહાર જુગલ માંહે ભેળીયે બીજી પયડી અબંધ રે... શ્રી જિનવર૦ ૩ ઉદય થકી બિહોત્તર પયડી થીણદ્ધી ત્રિક દાખી રે આહારદ્ધિક એ પાંચનો ઉદય નહીં સૂત્ર સાખી રે... શ્રી જિનવર૦ ૪ અપ્રમત્ત આદિ ગુણ ઠાણે શાતા અશાતા નર આય રે પડી ત્રણ ઉણી કરો ઈમ ઉદીરણા થાય રે... શ્રી જિનવર૦ ૫ સમકિત ચોથે ગુણ ઠાણે સત્તા તિહાંથી પેખો રે મણિવિજય બુધ ઈમ કહે પરમાદ ઠાણ ઉવેખો રે... શ્રી જિનવર૦ ૬
ઢાળ ૮: ગુણ ઠાણું હવે આઠમું ભાડું શ્રી જિનરાયા નિવૃત્તિ નામે જાણીયે જેથી સીઝે કાજ..
સાધુજી સહુ તુમે ચિત્ત ધરો ૧ સાધુજી ! સહુ તુમે ચિત્ત ધરો આણી ઉલટ અંગ અધ્યવસાય વિશેષથી હોવે એહ સુચંગ...
સાધુઝ૦ ૨
આ સઝાય સરિતા
૫૧૭