________________
અપૂર્વાદિક ચઉદે ગુણઠાણે રે ચાર અનંતાનુબંધી જાણે રે... હવે ૩ તિરિ-નિરયનું આઉખું કહીયે રે એકસો બેંતાલીસ સત્તા લહીએ રે ક્ષપકે સમકિત વારે ઠાણ રે નરક-તિરિ સુર આયુ જામ રે... હવે ૪ પયડી એકસો ને પિસ્તાલીસ રે સાત વિના એકસો અડત્રીસ રે નવમે અનિવૃત્તિ પહેલે ભાગે રે સત્તા બોલી શ્રી વીતરાગે રે... હવે ૫ કેવલ નાણી ભાખ્યો ધર્મ રે જેહથી લહીયે શીવના શર્મ રે એ વૃણ તત્ત્વ સુધા જાણી રે મણિવિજય કહે આદરો પ્રાણી રે... હવે, ૬
ઢાળ પ : પંચમ નાણી રે જિનવર ઈમ કહે દેશવિરતિ ગુણઠાણ સુધી શ્રાવક તેહને જાણીયે જે ઘરે જિનવર આણ... પંચમ નાણી રે. ૧ પહેલું સંઘયણ નરત્રિક જાણીયે અપ્રત્યાખ્યાન કસાય તેહના ભેદ રે ચાર વખાણીયે ઔદારિક દોય કહેવાય... પંચમ નાણી રે૦ ૨ એ દશપયડી કે બંધન નવિ હે યે દેશ વિરતિ મઝાર સતસઠ પયડી રે બંધ જ ઈહાં સહી જોજ્યો હૃદય વિચાર...
પંચમ નાણી રે ૩ ઉદય ચાર રે અપચ્ચખાણીયા આનુપૂર્વી નર તિરિયંચ શ્રુતરિક નરસિક તે પટ ભણ્યા વૈક્રિય દુગ વળી સંચ... પંચમ નાણી રે. ૪ દુભગ અનાદિ અસંયમ એ વલી સત્તર પયડીઈમ હોય સત્યાસીનો રે ઉદય ઈહાં કહ્યો તિમ ઉદીરણા રે જોય... પંચમ નાણી રે૦૫ સત્તા ચોથો રે એ ગુણ ઠાણથી જાણો ચતુર સુજાણ મણિવિજય કહે નિત્ય જે એ ધરે તેને કોડી કલ્યાણ... પંચમ નાણી રે૦ ૬
ઢાળ ૬ : છઠું ગુણ ઠાણું હવે કહેતાં હરખ અપાર રે.. સુણો જિનવાણી પ્રમત્ત નામ છે જેહનું સાધન કહ્યું નિરધાર રે... સુણો જિનવાણી ૧ બંધ થકી નિશ્ચય હોવે રેસઠ પયડી જાણ રે... સુણો જિનવાણી પ્રત્યાખ્યાની ચારનો બંધ નહીં ઈણ ઠાણ રે... સુણો જિનવાણી ૨ ઉદય થકે હવે સાંભળો તિર્યંચગતિ તિરિ આય રે... સુણો જિનવાણી
૫૧ ૬
સઝાય સરિતા