________________
અનાથ સનાથનો વહેરો, તમને દાખ્યો કરી ચહેરો; જિનધર્મ વિના નરનાથ, નથી કોઈ મુગતિનો સાથ. ૯ શ્રેણિક તિહાં સમકિત પામ્યો, અનાથીને શીર નાખ્યો; મુગતે ગયા મુનિરાય, ઉદયરત્ન વંદે ઉવજઝાય. ૧૦
[2] ૭. અમદાસતીની સઝાય અમકા તે વાદળ ઉગીયો સૂર, અમકા તે પાણીડાં સંચર્યા રે સામા મળીયા દોય મુનીરાય, માસખમણનાં પારણા રે ૧ બેડું મેલ્યું સરોવરીયા પાળે, અમકાએ મુનિને વાંદીયા રે ચાલો મુનિરાજ આપણે ઘેર, માસખમણનાં પારણાં રે ૨ ત્યારે ઢળાવું સોવન પાટ, ચાવળ ચાકળા અતિ ઘણાં રે આછા માંડા ને ખોબલે ખાંડ, માંહે તે ઘી ઘણા લચપચા રે ૩ લ્યો લ્યો મુનીરાજ ન કરો ઢીલ, અમ ઘર સાસુજી ખીજાશે રે બાઈ પાડોસણ તું મારી બેન, મારી સાસુ આગળ ન કરીશ વાતડી રે ૪ કે તને આપું મારા કાનની ઝાલ, હાર આપું હીરા તણો રે કાનની ઝાલ તારે કાને સોહાય, હાર હીરાનો મારે અતિઘણો રે ૫ મારે છે વાત ક્યની ઘણી ટેવ, વાત કર્યા વિના નહીં રહું રે પાડોસણ આવી ખડકી રે માંહિ, બાઈ રે પાડોસણ સામી ગઈ રે ૬ પાડોસણ બાઈ તને કહું એક વાત તારી વહુએ મુનિને વહોરાવાઓ રે નથી ઉગ્યો હજી તુલસીનો છોડ બ્રાહ્મણે નથી કર્યા પારણાં રે ૭ સોવન સોવન મારો પુત્ર, ઘરમાંથી કાઢો ધર્મ ઘેલડી રે લાતુ મારી ગડદા મારો રે માંય, પાટુએ પરિસહ કર્યા રે ૮ બે બાળક ગોરીએ લીધા છે સાથ, અમકા તે બારણે નીસર્યા રે ગાયના ગોવાળ ગાયના ચારણહાર, કોઈએ દીઠી મહીયર વાટડી રે ૯ ડાબી દિશે ડુંગરીયા હેઠ, જમણી દિશે મહિયર વાટડી રે આપ્યા વિના કેમ મહીયર જાઉ, ભોજાઈઓ મેણાં બોલશે રે ૧૦ ગાયના ગોવાળ ગાયના ચારણહાર, કોઈએ દીઠી મહિયર વાટડી રે ડાબી દિશે ડુંગરીયા હેઠ, ઉજજડ વાટે જઈ વસ્યા રે ૧૧ સૂકા સરોવર લહેરે જાય, વાંઝીયો આંબો ત્યાં ફળ્યો રે
સક્ઝાય સરિતા