________________
ત્રયોદશી હો મધુ ત્રયોદશી ઉત્તમ પક્ષ;
વારે હો દ્વિજ વારે ચિત્તમાં જાણીયેજી. ૧૨ તપગચ્છ હો નભ તપગચ્છ દિણંદ સમાન,
સૂરિવર હો શ્રી સૂરિવર દાનરત્ન સૂરિજી; વાસિત હો પદ વાસિત તાસ પસાય; પામી હો જસ પામી કરતિ વિસ્તરી. ૧૩
કલશ એક ભવે સગપણ એમ સાંધ્યાં, પરભવે વળી જોગવે, ગતિ ચારમાંહી જીવ એણી વિધ, કાળ અનાદિ ભોગવે, ઈમ સુણી વાણી ભવિક પ્રાણી, સંસાર નિર્વેદ જે લહે, સુખ શ્રેણી ધામી તેહ પામે, સૃદ્ધિ વૃદ્ધિ કરતિ કહે. ૧
• ૬. અનાથીમુનિની સઝાય બંસારે વનમાં ભમતાં, ઋષિ દીઠો રમવાડી રમતાં; રૂપ દેખીને મન રીજ્યો, ભારે કમ પણ ભીંજ્યો. ૧ કર જોડીને એમ પૂછે, સંબંધ તમારો શું છે; નરનાથ હું છું અનાથ, નથી મારે કોઈ નાથ. ૨ હરખે જોડી કહે હાથ, હું શાઉ તમારો નાથ; નરનાથ તું છે અનાથ, શું મુજને કરે છે સનાથ. ૩ મગધાધિપ હું છું મોટો, શું બોલે છે ભૂપ ખોટો; તું નાથપણું નવિ જાણે, ફોગટ શું આપ વખાણે. ૪ નયરી કૌશષ્મીનો વાસી, રાજપુત્ર હું છું વિલાસી; એક દિન મહારોગે ઘેય, કેમે તે પાછો ન ફર્યો. ૫ માતાપિતા છે મુજ બહુ મહિલા, વહેવરાવે આંસુના વહેલા; વડા વાડા વૈઘો તેડાવે, પણ વેદના કોઈ ન હઠાવે. ૬ એહવું જાણી તવ શૂલ, મેં ધાર્યો ધર્મ અમૂલ;*. રોગ જાય જે આજની રાત, તો સંયમ લેઉ પ્રભાત. ૭ એમ ચિંતવતા વેદના નાઠી, આખર બાંધી મેં કાઠી; બીજે દિન સંયમભાર, લીધો ન લગાડી વાર. ૮
M સક્ઝાય સરિતા
૧૯