SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ અંતિમ એક પુદ્ગલ સંસાર ભવ્ય લહે મિત્રાદિક ચાર અર્ધ પુદ્ગલે સ્થિરાદિક હોય અભવ્ય જીવ ન લહે એ કોય.. ૧૩ જ્ઞાન દષ્ટિ સહુ એહવી દષ્ટિ જેહ વિચારે તેહ વિશિષ્ટ ચેતન જ્ઞાન લહી અબ ચેત જ્ઞાનવિમલસૂરિ કહે ભવિ હેત... ૧૪ ૨૩૯. ઉપશમની સજઝાય ભગવતી ભારતી મન ધરીજી, પ્રણમી ગોયમ પાય; સદ્ગુરુ ચરણ પસાઉલે છે, કહું ઉપશમ સજઝાય રે પ્રાણી, આણને ઉપશમ સાર, જે વિણ તપ જપ ખપ કરીજી, ચારિત્રની હોય હાણ રે પ્રાણી. ૧ ઉપશમથી સંકટ ટળજી, ઉપશમ ગુણહ ભંડાર; ઉપશમથી સવિ સુખ મળે, ઉપશમથી ભવપાર રે. પ્રાણી- ૨ ઉપશમ સંયમ મૂળ છે જ, ઉપશમ સંયમ કોડ; વૈરી વેર વિના થઈજી, આગળ રહે કર જોડ રે. પ્રાણી. ૩ રીસવશે પરવશ પડયોજી, હારે બે ઘડી માંહ; ચારિત્ર પૂરવ કોડનુંજી, ગણધર દે ઈમ સાહ રે. પ્રાણી ૪ ક્રોધ વૃક્ષ કહુઆ તણાંજી, વિષમાં ફલફૂલ જાણ; ફૂલ થકી મન પરજલેજી, ફલથી હોય ધર્મ હાણ રે. પ્રાણી, ૫ વિરૂઆ વૈરી શું કરે છે, મારે એક જ વાર; ક્રોધરૂપ રિપુ જીવનેજી, આપે અનંત સંસાર રે. પ્રાણી, ૬ જો કો વારે કોઈ દીયેજી, આપણ પહેલી રે ગાલ; તે વારે ઉપશમ ધરીજી, વળતું વચન મ વાલ રે. પ્રાણી૭ મત્સર મનમાંહી ધરીજી, કીજે કિરિયા કલાપ; તે રજ” ઉપર લીંપણું, વળી જેમ રામ વિલાપ રે. પ્રાણી, ૮ રાઈ સરસવ જેવડાંજી, પરના દેખે રે છિદ્ર; બીલાં સરખાં આપણા, નવિ દે એ મન રૂદ્ર રે. પ્રાણી, ૯ પર અવગુણ મુખ ઉચ્ચરેજી, કાંઈ વખાણે આપ; પરભવે સહેતાં દોહિલોજી, પરનિંદાના પાપ રે. પ્રાણી, ૧૦ ૫૧ ૨. સાય સરિતા ,
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy