________________
૨૩૮. આઠ દૃષ્ટિની સઝાય (૨) ચિદાનંદ પરમાતપ રૂપ પ્રણમી બોલું દષ્ટિ સરૂપ યોગદષ્ટિ સમુચ્ચયથી લહી આઠ દષ્ટિ જે પ્રવચન કહી... ૧ મિત્રા તારા દીપ્રા બલા સ્થિરા પ્રભા કાંતા સુણ પરા આઠ યોગદષ્ટિનાં નામ એ સમ્મત કિરિયાનાં ઠામ... ૨ આઠ કર્મક્ષય ઉપશમે હોય ઓઘદષ્ટિ જાણો સહુ કોય નિયમાદિક સહુ રૂઢિ કરે ગ્રંથી પાસે તે ફિરવું કરે... ૩ મિથ્યા ગુણઠાણ જિહાં હોય મિત્રાદષ્ટિ કહીજે સોય રાગદ્વેષ મંદ પરિણામ નિયમ કરે પણ નહિં મન ઠામ... ૪ અનુક્રેગ ને ઈછાસાર તારાદષ્ટિ કહીને સાર દીપક પરે કરે ઘરને પ્રકાશ ઈહઈ મોક્ષ પણ પઢમ ગુણવાસ... ૫ દીપ્રાદષ્ટિ કહીએ તાસ જસ વાંછક ને ક્રિયા અભ્યાસ : બલા ચોથી દષ્ટિ કહાય શાસ્ત્રબોધ પણ નહીં નિરમાય... ૬ ગ્રંથભેદ જોબ કરે સુજાણ સ્થિરાદષ્ટિ તવ પામે ભાણ વિષયકષાય દમી કરે દયા સર્વ જીવસ્ય રાખી મયા... ૭ પ્રભા દષ્ટિથી સકલ વિવેક પ્રગટે જ્ઞાનદીપક તવ છેક કાંતા દષ્ટિ સહુને નમે પ્રમાદ પાંચે ને વળી દમે... ૮ નિરતિચાર ક્રિયાનુષ્ઠાન શુદ્ધ ઉપયોગ સઘળે સાવધાન ધમધમ કરવા ઉજમાળ શુદ્ધવિધે કરણીને ઢાળ... ૯ ધ્યાનાદિક સમવસ્થા કરે જે કુવિકલ્પ સવિ પરિહરે નિર્વિકલ્પ ગુણ ધ્યાનારૂઢ પરાદષ્ટિ જિહાં કિરિયા ગૂઢ... ૧૦ તૃણ ગોમય કાઝાનિલ લેશ દીપશિખા તારા રવિ દેશ ચંદ્ર સમાન પ્રભા એહની આઠે દષ્ટિ પ્રભા તેહની... ૧૧ પ્રથમ ચાર અનુસારે ક્રિયા કરતાં પામે ભવ વિક્રિયા અંતિમ ચાર થકી સુખ લહે દર્શન જ્ઞાન ચરિત જિહાં કહે... ૧૨
સક્ઝાય સરિતા
૨૧૧