________________
તાસ નિયોગે કરણ અપૂરવ લહે મુનિ કેવલ-ગેહોજી રે ક્ષીણદોષ સર્વજ્ઞ મહામુનિ સર્વ લબ્ધિ-ફલ ભોગીજી પર ઉપગાર કરી શિવસુખ તે પામે યોગ અયોગીજી સર્વ શત્રુક્ષય સર્વ વ્યાધિલય પૂરણ સર્વ સમીતાજી સર્વ અરથ યોગે સુખ તેહથી અનંતગુણ નિરીહાજી ૩
- ઢાળ ૯ : એ અડ દિઠિ કહી સંક્ષેપે યોગશાસ્ત્ર સંકે તેજી કુલયોગીને પ્રવૃત્તચક્ર જે તેહ તણે હિત હેતેજી યોગી કુલે જાયા તસ ધર્મો અનુગત તે કુલયોગીજી અદ્વેષી ગુરૂ-દેવ-દ્વિજ-પ્રિય દયાવંત ઉપયોગીજી... ૧ શુશ્રુષાદિક અડ ગુણ સંપૂરણ પ્રવૃત્તચક્ર' તે કહીયેજી યમદ્ભય-લાભી પરદુગ અથ આદ્ય અવંચક લહીયેજી ચાર અહિંસાદિક યમ ઈચ્છા પ્રવૃત્તિ થિર સિદ્ધિ નામે શુદ્ધ રૂચે પાળે અતિચારહ ટાળે ફલ પરિણામેજી... ૨ કુલ-યોગી ને પ્રવૃત્તચક્રને શ્રવણ શુદ્ધિ પક્ષપાતજી યોગદષ્ટિ ગ્રંથ હિત હવે તેણે કહી એ વાત શુદ્ધ ભાવ ને સૂની કિરિયા બહુમાં અંતર કે તોજી ? ઝળહળતો સૂરજને ખજૂઓ તાસ તેજમાં જેતોજી... ૩ ગુહ્ય ભાવ એ તેમને કહિયે જેહશું અંતર ભાંજે જી જે હશું ચિત્ત પટંતર હોવે તેહશું ગુહ્ય ન છાજે જી યોગ્ય અયોગ્ય વિભાગ અલહતો કરશે મોટી વાતોજી ખમશે તે પંડિત પરષદમાં મુષ્ટિ-પ્રહાર ને લાતોજી... ૪ સભા ત્રણ શ્રોતા ગુણ અવગુણ નંદી સૂત્રે દીસેજી તે જાણી એ ગ્રંથ યોગ્યને દેજો સુગુણ જગશેજી લોક પૂરજો નિજ નિજ ઈચ્છા યોગભાવ ગુણ રયણેજી શ્રી નયવિજય વિબુધ પય સેવક વાચક જસને વયણેજી... ૫
૫૧૦
સઝાય સરિતા