________________
શુદ્ધ ગુરુ શુદ્ધ દેવનેજી, હીલે હીનાચાર; કેવલજ્ઞાનીએ એમ કહ્યોજી, તાસ ઘણો સંસાર રે. પ્રાણી ૧૧ પરની તાંતે બાપડોજી, મુધા ગુંથે રે જાળ;
નરક તિર્યંચગતિ દુ:ખ લહેજી, રૂલે અનંતોકાળ રે. પ્રાણી ૧૨ નરભવ નિર્દક નિર્ગમેજી, ધર્મ મર્મ અણજાણ;
આપ પિડ પાપે ભરેજી, તસ જીવિત અપ્રમાણ રે. પ્રાણી૦ ૧૩ પરના પાતક ધોઈએજી, નિપજાવી પરતાંત;
મૂકી પૈશુન્યપણું પરહું, નિજ અવગુણ કર શાંત રે. પ્રાણી ૧૪ મેતારજ મુનિ રાજીયોજી, શમરસ તણો નિધાન;
પરિષહ રીસ વિના સહીજી, પામ્યો મુક્તિ પ્રધાન રે. પ્રાણી૦ ૧૫ ખંધકસૂરિ તણાં યતિજી, ક્ષમા તણાં ભંડાર;
૧૭
ઘાણીએ ઘાલી પીલતાં રે, ન ચળ્યું ચિત્ત લગાર રે. પ્રાણી ૧૬ ફુરગડુ હુઆ કેવલીજી, ફૂડી છાંડી રીશ; તપીયા મુનિ મૂકી સૂરિજી, પહેલી નામે શીશ રે. પ્રાણી ગિરૂઓ ગજસુકુમાલજી રે, કર્યો કોપ લગાર; સસરે શિર ઉપર ધર્યાજી, ધગધગતા અંગાર રે. પ્રાણી ૧૮ દૂરમુખ વચન સુણી કરીજી, પ્રસન્નચંદ્ર ઋષિરાય;
ક્રોધ ચડ્યો કર્મો નડ્યો જી, બાંધ્યું નરકનું આય રે. પ્રાણી૦ ૧૯ મસ્તક લોચ દેખી કરીજી, વલીયો મુનિ વન માંહી;
ક્રોધ ગયો નિરમળ થયોજી, લહ્યો કેવળ તિણ ઠાય રે. પ્રાણી૦ ૨૦ ક્ષમા ખડ્ગ નિહ જેહનેજી, તે દુખીયા સંસાર;
ક્રોધ ચોધશું ઝુંઝતાજી, કિમે નવિ પામે પાર રે. પ્રાણી૦ ૨૧ તપ વિણસે રીસે કરીજી, સ્ત્રીથી શીલ વિનાશ;
માને વિનય વિણાસીયેજી, ગરવે જ્ઞાન અભ્યાસ રે. પ્રાણી૦ ૨૨ જેહને મન ઉપશમ રમેજી, નહીં તસ દુઃખ દંદોલ;
કહે શિષ્ય ઉવજઝાયનોજી, મુનિ લક્ષ્મીકલ્લોલ રે. પ્રાણી૦ ૨૩
૧. દેવી.
સજ્ઝાય સરિતા
૫૧૩