SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ દુહો સંવર વંત સુસંજમી, જયણાયુત અણગાર, પારિઠાવણીયા સમિતિમાં, વરતે નિરતિચાર... ૧ ઢાળ ૫ :. પારિઠાવણીયા નામથી રે, પંચમ સમિતિ સાર દ્રવ્ય ભાવથી પરિઠવે રે, જયણાયુકત અણગાર, મુનિસર પંચમ સમિતિ સાર, જિમ લહો ભવનો પાર... મુનિસર૦ ૧ અંગ મલાદિક દ્રવ્યથી રે, ભાવથી રાગ ને દ્વેષ મૃદુ કરણાદિક ગુણભર્યા રે, પરિઠવે જયણા વિશેષ... મુનિસર૦ ૨ થિરતા ભાવથી સંયમી રે, નિરમલ સંવરવંત જોગની ચંચળતા તજી રે, સાધે સાધ્ય મહંત... મુનિસર૦ ૩ ચાલતાં બેસતાં ઉઠતાં રે, સૂવતાં ખાવંતા સાધ જયણા યુત મુનિ સંવરી રે, પરિઠ જોગ ઉપાધ... મુનિસર૦ ૪ Wવીર કલ્પી અણગારને રે, પારિઠાવણિઆ અનેક જિનકલ્પાદિક યથાલંદી રે, વિણ પારિઠાવણીઆ એક... મુનિસર૦ ૫ નિશિ પ્રશ્રવણાદિ પરિઠવે રે, વિધિ કૃત મંડલ ઠામ સ્થવીર કલ્પી અપવાદથી રે, ગ્લાનાદિકને કામ... મુનિસર૦ ૬ સંજમ બાધક જોગનો રે, ભાવથી પરિઠવે સાધ સંજમ શ્રેણીએ સંચર્યા રે, લહે મુનિ સુખ અગાધ... મુનિસર૦ ૭ પંચ સમિતિ પરિણામથી રે, ક્ષમા કોશ ગત રોશ ભાવન પાવન ભાવતા રે, કરતા ગુણનો પોષ... મુનિસર૦ ૮ સાધ્ય સાધતા સંજમી રે, જિન ઉત્તમ મહારાજ તસ મુખ પદ્મવચન સુણી રે, રૂપવિજય સયાં કાજ... મુનિસર૦ ૯ દુહો ક્રોધ શમન ઈદ્રિયદમન, ચરણ કરણ ધર સાધ, જ્ઞાન ધ્યાનમાં મન ધરી, સાધે સુખ અગાધ... ૧ ૫૦૦ સઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy