________________
ઈહ પરલોક પરિહરેજી, આશંસાનો દાવ... મુ. ૯ એષણા સમિતિએ ચાલતાંજી, ધન્ય ઢંઢણ અણગાર તસ પદ પદ્મવંદન થકીજી, રૂપવિજય જયકાર... મુ. ૧૦
દુહો ચોથી સમિતિ સોહામણી, પાલતા અણગાર, ગ્રહણ વિમુચન વસ્તુનો, જયણાએ ધરનાર... ૧
ઢાળ ૪ : સાધુજી સમિતિ ચોથી ધરો પરિહરો સયલ પરમાદ રે જોગ અહિંસક ભાવથી, સાધીયે સિદ્ધિ સ્યાદ્વાદ રે... સા. ૧ આતમ તત્ત્વ સાધનરસી, ઉલ્લી આગમ શકિત રે વ્યક્તિએ સર્વ પરિગ્રહ તજી, સાદતા સાદ્ય પદ મુક્તિ રે... સા. ૨ ભાવ અહિંસકતા ભણી, દ્રવ્ય અહિંસક સાધ રે ધરે રજોહરણ મુખ વરિત્રકા, સાધવા જોગ સમાધ રે... સા૦ ૩ વસ્ત્ર ને માત્ર અને કરી, જ્ઞાન ભણતાં સદા સાધ રે જયણાએ ગ્રહણ મુંચન કરે, ધરી મન જોગ સમાધ રે... સા. ૪ બાલ ને તરણ તરૂણી મને, નગન દુર્ગછના મૂલ રે તિણે મુનિ વસ્ત્ર અંગે ધરે, મોક્ષ મારગ અનુકૂલ રે... સા૫ લઘુ ત્રસ જીવ રક્ષા ભણી સચિત્ત રજ જયણાને કાજ રે ધર્મ ઉપકરણ મુનિવર ધરે, પામવા મોક્ષનું રાજ રે... સા૦ ૬ જ્ઞાન ઉપયોગમાં મહાલતા ચાલતા સંજમ માગ રે રાગ ને દ્વેષ દૂરે તજી, કરે મુનિ ઈદ્રિનો ત્યાગ રે... સા૦ ૭ બાધક ભાવ દૂરે તજી, સાધક ભાવમાં શૂર રે શાન ને દાન્ત મહાવ્રતી, ધરે થિરાદિક દગનૂર રે... સા. ૮ સંયમ શ્રેણી ચડતા સદા, ઉત્તમ મુનિ મહારાજ રે તસ પદ પવવંદન થકી, રૂપવિજય વધે લાજ રે... સા. ૯
સક્ઝાય સરિતા
•૪૯૯