________________
નય નિક્ષેપ વિચારણા, કરે નિત્ય ધરી આલ્હાદ સાધુજી સમિતિ ૭ સોળ વયણને જાણતાં, દશવિધ ધર્મના ધાર સાધુજી દશવિહ ચઉવિ સત્યથી, દેશના દિયે અણગાર સાધુજી સમિતિ ૮ જ્ઞાન ધ્યાન સમતા ભર્યા જિન ઉત્તમ મહારાજ સાધુજી. તસ પદ પદ્યવિજય કહે શાશ્વત શિવ સામ્રાજ સાધુજી સમિતિ ૯
- દુહો મુનિ મુગતિ પદ સાધવા, આરાધવા જિનવાણ, એષણા શુદ્ધિ સાધવા, સાધે સિદ્ધનું ઠાણ.... ૧
ઢાળ ૩ ત્રીજી સમિતિ સમાચરો, એષણા નામે રે ખાસ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથીજી, સાધી લહો શિવ વાસ, મુનીસર ! એષણા સમિતિ સંભાર જિમ લહો ભવનો પાર મુવ એષણા ૧ અશન વસન આસન તણીજી, એષણા કરતા રે સાધ સાધે સંવર ભાવને જી, પામે સુખ અગાધ... મુ૦ ૨ કાય જોગ પુગલ ગ્રહેજી, આતમ ધર્મ ન એહ અનભિસંધિ વીરજ તણીજી, ચંચળતા ધરે દેહ... મુ૦ ૩ આતમ તત્ત્વ અનંતતાજી, જ્ઞાન વિના ન જણાય તેહ પ્રગટ કરવા ભણીજી, કરે મુનિ નિત્ય સજઝાય... મુ૦ ૪ તનુ અનુયાયી વીર્યનાજી, કારણ અશન આહાર વૃદ્ધ યષ્ટિ સમ જાણીનેજી, અનાદિક ગ્રહે ચાર... મુ. ૫ સાધ્ય સાધકતા નવિ અડે છે, તો ન ગ્રહે આહાર બાધક પરિણતિ વારવા, લીયે મુનિ ઓછો આહાર... મુ૦ ૬ તત્ત્વ રૂચિ તત્ત્વાશ્રયીજી, તત્ત્વ રસિક નિગ્રંથ ખુહા દોષને વારવા, મુનિ માને પલિમંથ.. મુ૦ ૭ સુડતાલીશ આહારના, દોષ તજ અણગાર અસભ્રાંત મૂચ્છ વિનાજી, કરે મુનિ ઉચિત આહાર... મુ૦ ૮ અણાહારતા સાધતાઇ, તપ તપે દ્રવ્ય ને ભાવ
૪૯૮
સઝાય સરિતા