________________
બેઠાં ચોરે ને ચૌટે રાજ કરે હણાનો સંગ હો રાજ... કુતુહલ૦ ૧ હાંસી કરતાં પ્રાણીયા રાજ લઘુતા પામે જોર હો રાજ સજજનમાં શોભા નહિ રાજ બાંધે કર્મ કઠોર હો રાજ... કુતુહલ૦ ૨ નટ વિટસ્ મળતો રહે રાજ વેશ્યાનું રાખે વગ હો રાજ જુએ રમે જૂઆરીનું રાજ દૂરે સચ્ચ-અપવષ્ય હો રાજ.. કુતુહલ૦ ૩ સુગુરૂ ચરણ સેવે નહિં રાજ સાતે વ્યસને સુરા હો રાજ ઘેલે બોલે કોલને રાજ પાપી નર તે પૂરા હો રાજ... કુતુહલ૦ ૪ વ્રત ગણે વિષ સારિખું રાજ ધર્મીસું ન મળે ધાત હો રાજ સાધુ સંગે આવે નહિં રાજ દૂરે ધરમની વાત હો રાજ. કુતુહલ૦ ૫ ભાંડ ભવૈયા બોડા રાજ વાડી નવ નવ ખંડ હો રાજ જોયે ધોયે ધોતીયાં રાજ બય તેમ બોલો ભંડ હો રાજ... કુતુહલ૦ ૬ રખે રમતા કોઈ સોગઠે રાજ નહીં ઉત્તમ આચાર હો રાજ રમતે રસ રીઝ ઉપજે રાજ સેવે બહુ અનાચાર હો રાજ... કુતુહલ૦ ૭ પાંડવ પાંચે દ્રૌપદી રાજ નલદમયંતી જોય હો રાજ વચને તેહ વિલંબીયા રાજ સઘળું બેઠા હોય હો રાજ. કુતુહલ૦ ૮ કુતુહલ હાંસી નિવારીને રાજ સેવા સદ્ગુરૂ પાય હો રાજ જ્ઞાન આરાધી રંગમ્યું રાજ શિવ સાધન ઉપાય હો રાજ... કુતુહલ૦ ૯ બાર માસ સીમ બારમો રાજ કાઠીયો જગમેં જોર હો રાજ મેલે ઠેલી નરકમાં રાજ પામે દુ:ખ અઘોર હો રાજ... કુતુહલ૦ ૧૦. સજન સાતે પ્રીતડી રાજ કરતાં હોય ગુણ ગોઠ હો રાજ વિશુદ્ધ કહે તે રીઝની રાજ કરણી ના'વે હોઠ હો રાજ... કુતુહલ૦ ૧૧
ઢાળ ૧૩ : જગમાં જાલમી જોર તરજાત તેરમો કાઠીયોજી દુર્ગતિ વનનું મૂળ અસલ સલાવે એ કાઠીયો... ૧ એહનું અકળ સરૂપ કહ્યું ન જાય કામિનીજી રમણતાનું ધામ ભૂમાંહે એક ભામિનીજી... ૨ રાત દિવસ રસ રંગ રામાણ્યું રાતો રહેજી બેલ જિમ બલવંત રામા આણા સિર વહે છે... ૩ બેટા-બેટી ને નાર વયણે નર તે વશ હુઆ (સાય સરિતા
૪૮૯