________________
જ્ઞાન ગુણ હો ભવ અંગે કરો જે કરે કર્મ ઉચ્છેદ... અજ્ઞાન ૧૦ દશમો દૂરે હો અન્નાણ કરી કાઠીઓ સેવો સદ્ગુરૂ પાય
ધરમ આરાધો હો જે જિનવરે કહ્યો શિવ સાધન ઉપાય... અજ્ઞાન ૧૧ વીર વાણી હો પીતાં પ્રાણી પ્રેમસ્યું નાસે કુતર્ક વિભાવ વિશુદ્ધ હોય હો આતમ આપણો પ્રગટે સહજ સ્વભાવ... અજ્ઞાન ૧૨
ઢાળ ૧૧ ૩
રાત દિવસ વ્યાક્ષેપમાં લાલ કાળ જાય કેઈ વોલી રે લાલ ઘર ઘરણી પરિવામાં લાલ મનડું મેલું ડોલી રે લાલ,
વ્યાક્ષેપ ચિતે વાઈઓ...૧ વ્યાક્ષેપ ચિત્તમાં નવિ હોયે લાલ કારજની કોઈ સિદ્ધ રે લાલ એકો પદારથ નવિ હોયે રે લાલ બાજીગર જિમ રિદ્ધ રે લાલ... વ્યાક્ષે૫૦ ૨ પડિકમણાં પોસો કરે લાલ સામાયિક ને ધ્યાન રે લાલ
વ્યાક્ષેપ ચિત્તમાં જેહને લાલ ન રહે તે કાંઈ માન રે લાલ... વ્યાક્ષે૫૦ ૩ ધર્મ થાનક આવે કદા લાલ વ્યાક્ષેપ ચિતે બેસે રે લાલ જિનવાણી પ્રાણી નવિ પીચે લાલ આરત ધ્યાને પેસે રે લાલ... વ્યાક્ષે૫૦ ૪ કીધું ને કરવું ઘણું લાલ સંસારીનું કારજ સાર રે લાલ વ્યાક્ષેપ ચિત્તમાં કરે ઘણું લાલ આગળી આંખ વિચાર રે લાલ...
વ્યાક્ષે૫૦ ૫
બેટા બેટી પરણાવવા લાલ પરિજન પોષણ કાજ રે લાલ ઢોર જિમ ધસતો ફિરે લાલ ચિતે અનેક ઈલાજ રે લાલ... વ્યાક્ષેપ૦ ૬ વિષય વિષ સરખા કહ્યા લાલ વિષ એક ભવ હારે રે લાલ
વિષય નાણી વિધતા કહ્યા લાલ મારે અનંતી વાર રે લાલ... વ્યાક્ષે૫૦ ૭ તનુ વ્યાપિત વિષમંત્રથી લાલ ગાડી ડંકે આણે રે લાલ સકલ વ્યાપિત મન સંકળી લાલ પરમ પદને માણે રે લાલ... વ્યાક્ષેપ૦ ૮ દીપ શિખા પરે ડોલતો લાલ વ્યાક્ષેપ ચિત્તને રાખે રે લાલ
વીર કહે તેહ જ નરા લાલ વિશુદ્ધ પદને ચાખે રે લાલ... વ્યાક્ષે૫૦ ૯
ઢાળ ૧૨ :
ફુતુહલ વાહ્યો પ્રાણીયો રાજ ન કરે ધર્મશું રંગ હો રાજ
૪૮૮
સજ્ઝાય સરિતા