________________
ગગન બદરી ઉદક બુદ ખુદ વિજળી સંઝા રૂપ રે... શ્રીવીર. ૫ સંઝ વેળા એક તરૂવર વિહગ લે વિસરામ રે થયે પ્રભાત તેહ જ પંખી જાયે ઠામો ઠામ રે... શ્રીવીર૦ ૬ સયલ પરિજન એ ન્યાયે મિલિયો તુઝ પરિવાર રે સહુ આપણી ગતે જાશે કરણીને અનુસાર રે... શ્રીવી૨૦ ૭ ચઉ ગતિ માંહે ફરતાં જીવે કર્યા કેઈ પરિવાર રે કઈ ગતિનો શોક કરશો ઈમ અનતી વાર રે... શ્રીવીર૦ ૮ મોહનીનો ઉદય મોટો સિત્તેર કોડા કોડ રે શ્રી વીર વાણી વિશુદ્ધ પીજે નવમો કાઠિયો છોડ રે... શ્રીવીર૦ ૯
ઢાળ ૧૦: અજ્ઞાન પણાને હો જોરે કઈ પ્રાણીયા ન સુણે સૂત્ર સિદ્ધાંત સુણતાને શંકા હો અન્નાણી મન ઉપજે એહસું ભાડું મહત... અજ્ઞાન ૧ ઉદક બિંદુમાં હો અસંખ્યાતા કહ્યા અસંખ્યાતે સમુદ્ર ઈમ સોયને અગ્રે હો મૂલે અનંતા કહ્યા તેહ મનાયે કેમ... અજ્ઞાન ૨ નરક ને સ્વર્ગ હો કેણ જોઈ આવીયો પુણ્ય પાપ કુણ હોય ઉપદેશે કુશલા હો જગમાંહે ઘણા પોથી વેંગણ જોય... અજ્ઞાન ૩ તપ-જપ હો કિરિયા તનુ શોષવું ખાઓ પીઓ કરો ખેલ લંત મ દિસે હો જગ એ વાતની સઘળો ધીનો મેલ... અજ્ઞાન ૪ સુગુરૂ સેવે હો સદારામ સાંભળે તે જુઓ પાપ કરંત અજાણ પણાનો હો કોઈ ધોખો નહિં જાણ્યાનો દોષ મહંત... અજ્ઞાન ૫ જાણીને કરે તો તેની આલોયણ કસી ભોળા ભોળી સિદ્ધ અનાણપણાની હો આલોયણ કહી જાણને કદીય ન દીધ... અજ્ઞાન ૬ અંધો નર હો જુઓ અગડે પડે દેખતો પામે ઠામ અન્નાણી નર હો અળગો ધર્મથી જ્ઞાની હે ગુણ ગ્રામ... અજ્ઞાન ૭ અન્નાણપણામાં હો કાલ અનંતો ગયો જાણ પણમાં થાય જાણ-અજાણ હો જો એ તું અંતર સુરજ-ખજુઆ જોય... અજ્ઞાન ૮ એક નર હો જુઓ બેસે પાલખી એક ઉપાડે ઉજાય પુષ્ય ને પાપ હો જુઓ પટંતરો મૂઢા એમ શું મુંઝાય.. અજ્ઞાન ૯ સૂક્ષ્મ ભાવ હો કેવલી ગમ્ય રહ્યા મૂરખ ન લહે ભેદ આ સઝાય સરિતા
४८७