________________
આળ જંજાળ રે ઉંઘમાં ઝંખવાણા બહુ જંજાળો રે
હાંસીમાં હર્ષ ઘણો કરે કડવા કર્મ રસાળો રે... પ્રમાદ પરિહરો પ્રાણી... ૬ પંચ મહાવ્રત પાળતાં પાળતા પંચ આચારો રે
પ્રમાદ પરવશે તે જુઓ નરકે ગયા નિરધારો રે... પ્રમાદ પરિહરો પ્રાણી... ૭ પ્રમાદ પરિહરો પ્રાણીયા સેવો સદ્ગુરૂ પાયો રે
વિનય વિવેક વિચારણા લહીયે શિવ ઉપાયો રે... પ્રમાદ પરિહરો પ્રાણી... ૮ સુગુરૂ સદાગમ સેવીયે પરિહરો પાંચ પ્રમાદો રે
વીર વિશુદ્ધ પદ એહથી લહીયે જગ જસવાદો રે...
ઢાળ ૭ઃ
કૃપણપણાથી બીહતો રે, યાચકજન આવે થકે રે,
પ્રમાદ પરિહરો પ્રાણી... ૯
નાવે ધર્મ સુઠામ, ઉઠી જાએ કામ રે,
પ્રાણી ! જિનવાણી ધરો ચિત્ત. ૧ નામ જપે ન કોઈ, ચાલે શુકન ન જોઈ રે પ્રાણી૦ ૨ સંબલ ન લહે સાથ,
દર્શન દૂરે તેહનું રે, દર્શન ચાહે ન તેહનું રે, કૃપણ તે ગતિ વરે રે, પૂન્ય કાજે એક પાઈકો રે, હરખે ન આપે હાથ રે. પ્રાણી૦ ૩ સજ્જન લોક આવ્યા આંગણે રે, થર થર ધ્રુજે હાથ, પરજન દેખી પીરસતાં રે, આંખો નીચી અનાથ રે. પ્રાણી૦ ૪ બેટાબેટી પરણાવતા રે, હરખે ખરચે હજાર;
ધર્મઠામે લેખુ ગણે રે, કરે તે વીસ વિચાર રે. પ્રાણી ૫ ભુંજીને ભૂઈ વાવીયે રે, ઉખર ક્ષેત્ર બીજ, સિદ્ધક્ષેત્રે હોય સોગણું રે, અધિક હોયે રસ રીઝ. પ્રાણી ૬ શાલિભદ્ર સુખ ભોગવે રે, દેતાં દાન પસાય; શ્રેણીક સરીખો રાજીઓ રે, જોવા આવ્યો ઉલ્લાસ રે. પ્રાણી૦ ૭ મૂરખનર જાણે નહીં રે, દાને દારિદ્ર જાય, જગ જસવાદ હોયે ઘણો રે, દાન તે શીવ ઉપાય રે. પ્રાણી૦ ૮ કૃપણપણું ભવિ પરિહરો રે, દીયો સુપાત્રે દાન; વીર વિશુદ્ધ પદ એહ છે રે, ઈમ ભાખે ભગવાન રે. પ્રાણી ૯
સજ્ઝાય સરિતા
૪૮૫