________________
સમકિત સુરતરૂ છાયા પામે દેશ વિરત રહે દૂર સર્વ વિરત સુર સંપદ કેરા પામે નહિં સુખ પૂર... રે પ્રાણી- ૨ ક્રોધે કરી મુખ હોયે કાળું ભ્રકુટી ભયંકર રાતી કીનાસ કુંઅર સરિખો દીસે આતમ ગુણનો ઘાતી... રે પ્રાણી. ૩ ક્રોધ આવરો કાંઈ ન જાણે હિત અહિત નિવાર વારે તિમ તિમ વધતો થાયે કરે કેઈ ઉતપાત... રે પ્રાણી૪ ધમી ઉપર દ્વેષ ધરીને - ધર્મ સ્થાનકને છોડે એક ઉપર અદેખાઈ આણી સહ સંઘાતે તોડે... રે પ્રાણી, ૫ જો એ આવશે એણે ઠામે તો મુઝ આવણ નિયમ મન મેલે મચ્છરાઈ કરતો સદ્ગતિ પામે કેમ... રે પ્રાણી. ૬ માઈ મત્સરી મુસાવાઈ ક્રોધી કુગતિ ગામી અદીઠ કલ્યાણીયા ઉદ્વેગકારી પ્રત્યક્ષ પરમાધામી... રે પ્રાણી૭ પૂરવ કોડિ લગે જે પાળ્યું સંયમ સુખનું મૂળ દોય ઘડીમાં ક્રોધે બાળી ધન્યું સોનું ર્યું ધૂળ... રે પ્રાણી, ૮ ક્રોધ અંતર દાહ સમાવો સિંચો સદાગમ વાણી સુગુરૂ શીખ સુધા સમ પીજે વરવા શિવ પટરાણી... રે પ્રાણી, ૯ ક્રોધ કાઠિયો દૂર નિવારી અરિહંત આણા પાળે વીર વિમલ કહે વિશુદ્ધ તે નર આત્મ ગુણ અજુઆળે... રે પ્રાણી૧૦
ઢાળ ૬ ક. છઠ્ઠો કાઠિયો છંડીયે આતમને અહિત કારો રે વેરી તે વા'લા ન કીજિયે દુર્ગતિના દાતારો રે... પ્રમાદ પરિહર પ્રાણી ૧ પ્રમાદે પૂરા પ્રાણીયા ઈહલોકે સદાઈ રે પરલોકે શું પૂછવું ભવો ભવ દુઃખીયા થાય રે... પ્રમાદ પરિહર પ્રાણી ૨ મધરાયક્ષયું તું ઉદ્ધારિકા વિષય લલિતાંગ વિગોયો રે ક્રોધે કેઈ કુગતિ ગયા વિક્યાયે ધર્મને ખોયો રે... પ્રમાદ પરિહરો પ્રાણી... ૩ પરમાદે પૂરવ વીસરે વિસરે અરથ વિચારો રે રાંક થઈ તે રડવડ્યા રૂલે બહુલ સંસાર રે... પ્રમાદ પરિહરો પ્રાણી... ૪ રસનાયે રસીયા કરે વિથા ચાર રસાળો રે કરતા સરસ સંવાદને નિરવહેતાં જંજાળો રે... પ્રમાદ પરિહર પ્રાણી... ૫
४८४
સઝાય સરિતા