________________
જીહો વીર કહે વિશુદ્ધ એહજ પ્રાણી શિવપુર જાવા એ અંગ...
ચતુરનર ! અવજ્ઞા દૂર નિવાર ૧૦
ઢાળ ૪ : માન ન કીજે માનવી રે, માન તે દુ:ખ નિદાન, માને હોય મલીનતા રે, જિમ જગ કોહ્યું પાન; સુગુણનર ! ગર્વપણે ગુણ જાય, ગર્વપણું દુ:ખદાય સુ૦ ૧ અતિ અભિમાની આકરો રે, ન નમે દેવગુરુ પાય, હુંહુંકારો કરે ખર પરે રે, સાધુ સંગે નવિ જાય. સુત્ર ૨ માની મનમાં ચિંતવે રે, હું એક ચતુર સુજાણ, અમે કામ મોટા ર્યા રે, શું જાણે લોક અજાણ. સુત્ર ૩ શેલ ખંભ આમ સદા રહે રે, વંકો વયરી અભિમાન, નમાવ્યો નમે નહિ રે, દૂરે તસ ધર્મ ધ્યાન. સુ૦ ૪ શું જઈએ ઉપાશ્રયે રે, કોઈ નવિ દીયે બહુમાન, ધર્મલાભ ગુરુ નવિ દીયે રે, એમ બોલે અભિમાન. સુત્ર ૫ મૂરખ મનમાં નવિ લહે રે, તુજમાં હોયે જો ગુણ, આદરે આઘો બેસાડશે રે, કહેવા જાશે કુણ. સુ૦ ૬ માનીનું મન રાખવા રે, બોલાવી દીયે માન, તિમ તિમ ફૂલી દડો હુએ રે, અધિક ધરે અભિમાન. સુત્ર ૭ સન્નિપાત એક સહજનો રે, સાકર દૂધ વળી સંગ, વિણ ઉદ્યમ વધતો હોવે રે, જિમ ગળીનો રે રંગ. સુ. ૮ વરસ વને કાઉસ્સગ્ય રહ્યા રે, બાહુબલી બલવંત, માન મેલી મુગતે ગયા રે, આપ થયા અરિહંત. સુત્ર ૯ ચોથો ચંડાલ કાઠીયો રે, દૂરે તજો અભિમાન, વીર વિશુધ્ધ આદરો રે, શિવરમણી કરી શાન. સુ. ૧૦
ઢાળ ૫ ૬. પાંચમો કાઠિયો પરિહર પ્રાણી પરમ પદનો વયરી ધર્મધનનો ધૂણહાર જાજલમાન એ ઝેરી... રે પ્રાણી ! ક્રોધ કરો પરિહાર
ઈ સક્ઝાય સરિતા
૪૮૩