SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ ઢાળ ૩ઃ હો અવજ્ઞા કરતાં જીવડા પ્રાણી બાંધે બહુલાં રે કર્મ હો ભવસાયર ભૂરિ ભમે પ્રાણી દુષ્કર તસ શિવ શર્મ... ચતુરનર ! અવજ્ઞા દૂર નિવાર ૧ હો આપ ગુણે અધુરડા પ્રાણી પરગુણ લેવા રે મુંગ હો બોધિ બીજ દુષ્કર તસે પ્રાણી ભવમાંહિ ભમે તુંગ... ચતુરનર ! અવજ્ઞા દૂર નિવાર ૨ હો નિંદક નર એહવા હોયે પ્રાણી જિમ જગ લોક સ્વભાવ હો રૂધિર પીયે પય પરિહરે પ્રાણી હરખે છીદ્રે પાવ... ચતુરનર ! અવજ્ઞા દૂર નિવાર ૩ હો સુધા સમ સદાગમ તજી પ્રાણી પીચે નંદક વિષ પૂર હો ભુંડ સુવર ભૂખર કરે પ્રાણી પરિહરે કુર કપૂર... ચતુરનર ! અવજ્ઞા દૂર નિવાર ૪ હો આપણી ઉન્નતિ કારણે પ્રાણી અછતા પરના રે દોષ જીહો તલસમ છીદ્ર પરતણો પ્રાણી દાખવે મેરૂ લેખ... ચતુરનર ! અવજ્ઞા દૂર નિવાર ૫ હો અવજ્ઞા કરતા બાપડા પ્રાણી ન ગણે શ્રાવક સાધ જીહો શ્વાનપરે ભસતા દીસે પ્રાણી બાંધે કર્મ અગાધ... ચતુરનર ! અવજ્ઞા દૂર નિવાર૬ હો ધર્મધ્યાનથી વેગળા પ્રાણી સાધુસંગમથી રે દૂર હો ખર લોટે જિમ રાખમાં પ્રાણી છાંડી ગંગાજલ પૂર... ચતુરનર ! અવજ્ઞા દૂર નિવાર ૭ જીહો એહવું જાણીને આદરો પ્રાણી સેવો સદ્ગુરૂ પાય હો કારણે કારજ જાણીયે પ્રાણી શિવસાધન ઉપાય... ચતુરનર ! અવજ્ઞા દૂર નિવાર ૮ હો સમભાવે રહતે મીલે પ્રાણી શિવસુખ કેરી રે સંધ હો તપ કિરિયા તસ ફુલ હોયે પ્રાણી નહિંતર હોય બંધ... ચતુરનર ! અવજ્ઞા દૂર નિવાર ૯ હો અવજ્ઞા કાઠિયો પરિહરી પ્રાણી ફીજે ઉત્તમ સંગ ૪૮૨ સજ્ઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy