________________
પાપે પરભવ દુ:ખ લહે ધમેં સુખ અનંત સલુણા આળસ... ૧૧ આદ્ર અરણીક અર્જુનમુનિ દઢપ્રહારી ધીર સલુણા આળસ ગોદડુ નાખીને ઉદ્યમ થયા વડવીર સલુણા આળસ... ૧૨ એહવું જાણીને ઉદ્યમે ધર્મ કરો નરનાર સલુણા વીર કહે આળસ વિરમીય વિશુદ્ધ કરીય વિચાર સલુણા આળસ... ૧૩
ઢાળ ૨ : મોહે વાહ્યો પ્રાણીયો રે ન કરે ધર્મસુચંગ કે, મોહે મુંઝીઓ રે દેવ-ગુરૂ નવિ ઓળખે રે ન કરે ઉત્તમ સંગ કે... મોહે મુંઝીઓ રે ૧ છોરૂડામાં છયો રહે રે રમે રામાને ધામ કે મોહે મુંઝીઓ રે ઘડી અથવા અધ ઘડી રે ન કરે આતમ કામ કે.. મોહે મુંઝીઓ રે ૨ હું એહનો એ માહરો રે એ મારો પરિવાર કે મોહે મુંઝીઓ રે રાત-દિવસ રાતો રહે રે ભરમે ભૂલ્યો ગમાર કે... મોહે મુંઝીઓ રે ૩ ધર્મે નાવે ઢંકડો રે બેઠો રમાડે બાળ કે મોહે મુંઝીઓ રે સુખનું મૂળ એ સુંદરી રે અવર આળ-પંપાળ કે... મોહે મુંઝીઓ રે ૪ ધન ઘર રમણી કારણે રે ન ગણે માય ને બાપ કે મોહે મુંઝીઓ રે લોકની લજજા પરિહરી રે ન ગણે પુષ્ય ને પાપ કે... મોહે મુંઝીઓ રે ૫ . રાગી નર બહુ દુઃખ સહે રે જિમ જગ ચોલ મજીઠ કે મોહે મુંઝીઓ રે તલ-સરસવને ખીલતાં રે વેલુક નયન દીઠ કે... મોહે મુંઝીઓ રે ૬ રાગ-દ્વેષ ભૂલ કર્મનું રે રસનું મૂળ એ વ્યાધ કે મોહે મુંઝીઓ રે દુઃખનું મૂળ સનેહ છે રે એ છોડે સમાધ કે.... મોહે મુંઝીઓ રે ૭ શિવપુર જાતાં શૃંખલા રે હોયે દુશ્મન જોર કે મોહે મુંઝીઓ રે શાતનું સાહુ નહિ રહે રે નાઠે મોહની ચોર કે... મોહે મુંઝીઓ રે ૮ સ્વારથીઓ જગમાં સહુ રે ભોળાને પડી ભૂલ કે મોહે મુંઝીઓ રે સૂરિકાંતા ચલણી પરે રે એ સંસારનું સૂલ કે... મોહે મુંઝીઓ રે ૯ એહવું જાણીને ઉદ્યમે રે મોહને દેશે માર કે મોહે મુંઝીઓ રે શૂરામાં શિરોમણી રે સિદ્ધિ વધૂ ઉર હાર કે... મોહે મુંઝીઓ રે ૧૦ વીર કહે મોહ કાઠીયો રે વિરમો વિસવાવીસ કે મોહે મુંઝીઓ રે વિરમ્યાથી જગમાં થશે રે વિશુદ્ધ જગના ઈશ કે...
મોહે મુંઝીઓ રે ૧૧ / સઝાય સરિતા
४८१