________________
ભવિ પ્રાણી ભલે ભાવસ્યું સુણજો દેઈ કાન આપણ૫. વિચારીને પરિ હય અભિમાન... ૨ ધર્મ કરસન નવિ દિયે દુરજન કાઠીયા તેર નરગ પંથ નિચે હોઈ નહિં તિહાં ફારને ફેર... ૩ આલસ મોહ અવન્ના થંભા કોહ પમાય કિવિણાય ભય સોગ અન્નાણા વક ખેવ કોઉહલા રમણા... ૪
- ઢાળ ૧ કે. આળસ અંગથી પરિહરો આળસ છે દુઃખદાય સલુણા અળસ આળસુ ઘર વસે લચ્છી તે દૂર પલાય સલુણા આળસ. ૧ આળસુ અલગો ધરમથી આળસુને સંદેહ સલુણા ખણ ખણ નિત નવા ઉપજે હિયડે તે સુવિશેષ સલુણા આળસ... ૨ પુષ્ય નર ભવ પામીયો ચિહું ગતિ ભમતાં જોય સલુણા આર્યજ દેશ ઉત્તમ કુળે ભાગ્યે જનમ જ હોય સલુણા આળસ... ૩ આળસ પરિહર પ્રાણીયા ધર્મે ઉદ્યમ માંડ સલુણા સામગ્રી સુધી લહી આળસ કાઠીયો છાંડ સલુણા આળસ... ૪ ઈદ્રિય પૂરી પામીને સાંભળ સૂત્ર સિદ્ધાંત સલુણા દેવ ગુરૂ ધર્મને ઓળખી સેવો મન એકાંત સલુણા આળસ... ૫ આળસે બાંધ્યા પ્રાણીયા ન કરે ધર્મ વ્યાપાર સલુણા પામ્યો ચિંતામણી પરિહરી તે ગ્રહે કાચ ગમાર સલુણા આળસ. ૬ ઉદ્યમથી સુખ સંપજે ઉદ્યમે દારિદ્ર જાય સલુણા વિદ્યા લક્ષ્મી ચાકરી ઉદ્યમે સફલું થાય સલુણા આળસ... ૭ આળસ ઉઘે પીડીયાં ઈહલોકે સિદાય સલુણા પરલોકનું શું પૂછવું ભવોભવ દુઃખીયા થાય સલુણા આળસ.... ૮ નારી ગમાર છે તેહને આળસુ માં ઈન સલુણા સજજનમાં શોભા નહિં આળસુ દુઃખીયો દીન સલુણા આળસ... ૯ પાપી નર આળસુ ભલા ધમ ઉદ્યમવંત સલુણા પંચમ અંગે ભાખીયો ભાવે તે ભગવંત સલુણા આળસ... ૧૦ ધમેં દીસે બહુ આળસુ પાપે ઉદ્યમવંત સલુણા
४८०
સક્ઝાય સરિતા