SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રોધતણી ગતિ એહવી, કહે કેવળનાણી; હાણ કરે જે હિતની, જાળવજો એમ જાણી. ક૦ ૫ ઉદયરત્ન કહે ક્રોધને, કાઢજો ગળે સાહી; કાયા કરજો નિર્મળી, ઉપશમરસે નાહી. ૭૦ ૬ ૨૨૭. ક્રોધની સજ્ઝાય (૨) (રાગ-સાંભળજો મુનિ સંજય રાગે ) ક્રોધ ન કરીએ ભલા પ્રાણી, ક્રોધે દુરગતિ ખાણી રે; ક્રોધ તપ જપ હોયે હાણી, ઈમ વદે જિનવાણી રે. ક્રો૦ ૧ ક્રોધે દૂરે શિવ પટરાણી, જાયે જિમ રીસાણી રે; ક્રોધ ચંડાલતણી નિસાણી, કાયલતા હુમલાણી રે. ક્રો૦ ૨ ક્રોધે નવલાં વેર બંધાયે, પ્રેમ પૂરવલો જાય રે; ક્રોધે નવલી પ્રીતિ ન થાયે, ક્રોધે આપ મરાય રે. ક્રો૦ ૩ આપ તપે પરને સંતાપે, જે નર ક્રોધે વ્યાપે રે; ક્રોધે નરનારીને શ્રાપે, પિંડ ભરાયે પાપ રે. ક્રો૦ ૪ ક્રોધ લજજાના તંતુને ત્રોડે, પુણ્ય તરુવર મોડે રે; સદ્ગતિ કેરાં સુખ સંકોડે, દુરગતિ સામો દોડે રે. ક્રો૦ ૫ માપિતા સુત બાંધવ છોડે, ક્રોધે મૂછને મરડે રે; રાજા દંડે દૈવ વખોડે, અપજશના ફળ જોડે રે. ક્રો૦ ૬ ક્રોધે સઘળા કાજ વિણાસે, પરના મર્મ પ્રકાશે રે; સજ્જન તે પણ અળગા નાસે, કોઈ ન રાખે પાસે રે. ક્રો૦ ૭ આતમ શુભ શિખલડી આ છે, જો તું શિવપુર વાંછે રે; પરિનંદાથી રહીને પાછે, મિચ્છામિ દુક્કડં વાંસે રે. ક્રો૦ ૮ શ્રી જિન આગમને અભ્યાસે, ભાવસાગર ઈમ ભાખે રે; ધર્મ કરો મનને ઉલ્લાસે, ઉપશમ આણો પાસે રે. ક્રો૦ ૯ ૨૨૮. તેર કાઠીયાની સજ્ઝાય (ઢાળ-૧૩) દુહા પાસ જિણેસર પય નમી સમરી સરસતી માય સાન્નિધ્ય કરજો માહરી દૈવિ કરી સુપસાય... ૧ 00 સજ્ઝાય સરિતા ૪૭૯
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy