SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૫. ચાર કષાયની સજઝાય જીવ કોધ ન કરજે, લોભ ન ધરજે, માન મ લાવીશ ભાઈ, ફૂડા કર્મ ન બાંધીશ, ધર્મ ન ચૂકીશ, વિનય મ મૂકીશ ભાઈ, રે જીવડા ! દોહીલો માનવભવ લાધ્યો, તુમે કાંઈ કરી ધર્મને સાધો. કાંઈ આપ સવારથ સાધો, રે ભોળા દોહિલોમાનવભવ લાધ્યો જીવલડા૦ ૧ ઘર પછવાડે દેરાસર જાતા, વીસ વિસામા ખાય; ભૂખ્યો ને તરસ્યો રાઉલે રોક્યો, માથે સહેતો ધાય. જીવલડા૦ ૨ ધર્મતણી પોષાળે જાતા, સુણવા સદ્ગુરુ વાણી; એક વાત કરે બીજો ઉઠી જાય. નયણે નીંદ ભરાણી. જીવલડા૦ ૩ નામે બેઠો. લોભે પેઠો, ચાર પહોર નિશિ જાગ્યો; બે ઘડીનું પડિક્કમણું કરતાં, ચોખ્ખો ચિત્ત ન રાખ્યો. જીવલડા૦ ૪ આઠમ ચૌદશ પૂનમ પાખી, પર્વ પજૂસણ સારો; બે ઘડીનું પચ્ચકખાણ કરતાં, એક બીજાને વારો. જીવલડા૦ ૫ કીર્તિ કારણ પગરણ માંડી, અરથગરથ સવિ લૂંટે; પૂન્યને કાજે પારકું પોતાનું, હાથ થકી નવિ છૂટે. જીવલડા૦ ૬ ઘર ઘરણીના ઘાટ ઘડાવ્યા, પહેરણ આછા વાઘા; દશઆંગળીએ દશવેઢ જ પહેર્યા, નિર્વાણે જાવું છે નાગા. જીવલડા૦ ૭ વાંકો અક્ષર માથે મીડું, નિલવટ આધા ચંદા; મુનિ લાવણ્યસમય ઈમ બોલે, એ ત્રણ કાલે વંદો. જીવલડા૦ ૮ ૪૭૮ ૨૨૬. ક્રોધની સજઝાયો (૧) કડવાં ફળ છે ક્રોધનાં, જ્ઞાની એમ બોલે; રીસતણો રસ જાણીએ, હળાહળ તોલે. ૬૦ ૧ ક્રોધે ક્રોડ પૂરવતણું, સંયમફળ જાય; ક્રોધ સહિત તપ જે કરે, તે તો લેખે ન થાય. ક૦ ૨ સાધુ ઘણો તપીયો હતો, ધરતો મન વૈરાગ્ય; શિષ્યના ક્રોધ થકી થયો, ચંડકોશીયો નાગ. ૭૦ ૩ આગ ઊઠે જે ઘરથકી, તે પહેલું ઘર બાળે; જળનો જોગ જો વિ મળે તો, પાસેનું પ્રજાળે. ૬૦ ૪ સજ્ઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy