________________
હાંજી કુળ મદ બીજો દાખીયો, મરિચી ભવે કીધો પ્રાણી રે; કોડાકોડ સાગર ભવમાં ભમ્યો, મદ મ કરો ઈમ મન જાણી રે. મદ૦ ૩ હાજી બળ મદથી દુ:ખ પામીયા, શ્રેણીક વસુભૂતિ છવો રે; જઈ નરકતણાં દુઃખ ભોગવ્યા, મુખે પાડતા નીત રીવો રે મદ૦ ૪ હાંજી સનતકુમાર નરેસરું, સુર આગળ રૂપ વખાણું રે; રોમ રોમ કાયા બગડી ગઈ, મદ ચોથાનું એ ટાણું રે. મદ૦ ૫ હાંજી મુનિવર સંયમ પાળતાં, તપનો મદ મનમાં આયો રે; થયા કૂરગડુ ઋષિરાજીયા, પામ્યા તપનો અંતરાયો રે. મદ૦ ૬ હાંજી દેશ દશારણનો ઘણી, રાય દશાર્ણભદ્ર અભિમાની રે; ઈદ્રની ઋદ્ધિ દેખી બૂઝીયો, સંસાર તજી થયો જ્ઞાની રે. મદ૦ ૭ હાંજી સ્થૂલિભ વિદ્યાનો કર્યો, મદ સાતમો જે દુઃખદાઈ રે; શ્રત પુરણ અર્થ ન પામિયા, જુઓ માન તણી અધિકાઈ રે. મદ૦ ૮ રાય સુભૂમ પખંડનો ધણી, લાભનો મદ કીધો અપાર રે; હય ગય રથ સબ સાયર ગયું, ગયો સાતમી નરક મોઝાર રે. મદ૦ ૯ ઈમ તન ધન જોબન રાજ્યનો, મ ધરો મનમાં અહંકારો રે; એ અસ્થિર અસત્ય સવિ કારમું, વિણસે ક્ષણમાં બહુ વારો રે. મદ૦ ૧૦ મદ આઠ નિવારો વ્રતધારી, પાળો સંયમ સુખકારી રે; કહે માનવિજય તો પામશો, અવિચળ પદવી નર નારી રે. મદ૦ ૧૧
૨૨૪. માનની સજઝાય રે જીવ ! માન ન કીજીએ, માને વિનય ન આવે રે; વિનય વિના વિદ્યા નહી; તો કિમ સમિતિ પાવે રે ? રે૦ ૧ સમક્તિ વિણ ચારિત્ર નહીં, ચારિત્ર વિણ નહીં મુક્તિ રે; મુક્તિના સુખ છે શાશ્વતાં, તે કેમ લહીએ જુક્તિ રે. ૨૦ ૨ વિનય વડો સંસારમાં, ગુણમાં અધિકારી રે; માને ગુણ જાયે ગળી, પ્રાણી જોજે વિચારી રે. ૨૦ ૩ માન કર્યું જે રાવણે, તે તો રામે માય રે; દુર્યોધન ગરવે કરી, અંતે સવિ હાય રે. રે. ૪ સૂકાં લાકડાં સારિખો, દુ:ખદાયીએ ખોટો રે;
ઉદયરત્ન કહે માનને, દેજો દેશવટો રે. ૨૦ ૫ // સક્ઝાય સરિતા