SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ દુહા. સાધવી કહે સુણજે સહુ, કરમતણી કહું વાત, કાર્ય અકાર્ય જ આદરે, ન ગણે જાત કુ જાત. ૧ અમે બેહું તુમ જનમથી, મેલ્યા તટિની માંહિ, સૌરી પુર શેઠે ગ્રહ્યાં, કરમે પરણ્યા ત્યાંહી. ૨ વૈરાગ્યે થઈ સાધવી, બંધવ ઈહાં તુજ ભોગ, તિણે સગપણ સહુ નીપનો, હૈ હૈ કર્મના જોગ. ૩ જ્ઞાને કરી જાણે અછું, હું સઘળી એ વાત, એ કારણ એવું બન્યું, રહેશે જગ વિખ્યાત. ૪ તે નિસુણી ચિત્ત ચમકીયા, મન ભેદ્યો વૈરાગ, બૂડ્યા કાલ અનાદિથી, ભવ નિધિ ન લહ્યો તાગ. ૫ ઢાળ ૫ તારો હો અમ તારો તરણ જહાજ; સાચી હો હવે સાચી પોતાવટ ગણોજી. દાહો હો હવે દાખો અમ ઉપગાર; સાચો હો હવે સાચો આલંબન તુમ તણોજી. ૧ વિષયે તો ઘણું વિષયે તીવ્ર પરિણામ; સેવ્યાં હો ઘણું સેવ્યાં, અઢારે ઉજમ ભરેજી; કરમ હો ઘણું કરમ નચાવે મુજ; નચવ્યો હો ઘણું નચવ્યો મરકટની પરેજી. ૨ દુષ્કત હો મેં દુષ્કૃત સંચ્યો સંચ; | મુંદ્ય હો મેં મુંદ્યો સુકૃત ખાણનેજી, અતિ ઘણું હો જે અતિ ઘણું પાપનું કામ; પહોંચીશ તો પહોંચીશ, અપઈઠાણનેજી. ૩ દરિસણ હો તુમ દરિસણ અનુભવ ગેહ; ફેડે હો જે ફેડે ભવભય તાપનેજી; ભાષા હો તવ ભાષાસમિતિએ વેણ; સાધવી હો કહે સાધવી ટાળવા પાપનેજી. ૪ મેલો હો હવે મેલો સકલ ઉપાધિ; // સઝાય સરિતા ૧૭
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy