________________
શોકલડીનો સુત તું તિણે મુજ જાત રે; મુજ દેવરનો તાત તેણે સસરો ગણું; તુમશું અમથું ખટ નાતરા થાય એહ રે; તે કારણથી એ સગપણ થયું તુમ તણું. હાલો૦ હ૦ ૫ ત્રટકી બોલી અપરિગૃહિતા તામ રે; અસમંજસ શું ભાંખો કિમ નથી લાજતા; હા વેશ્યાજી હું પુત્રી તમે માતા રે; તુમે કાં નવિ લાજ્યા મુજ જનમ થતા. હાલો૦ હ૦ ૬ માહરા બાપની તું છે સાચી માતા રે; તેણે રે વડીબાઈ થાયે માહરી, દયિતા ભ્રાતની તેણે તું મુઝે ભોજાઈ રે; સાંભળ રે હું નણદી થાઉ તાહરી. હાલો૦ હ૦ ૭ મુજ શોકલડી પુત્ર તણી તું નારી રે, તેણે રે તું મારી કહેવારે વહુ; મુજ વલ્લભની જનની થાયે સાચી રે; હું વધૂ ને તમે પુનરપિ સાસૂ કહું. હાલો૦ હ૦ ૮ માહરા પિઉની પ્રેમદા તિણે મુજ શોક્ય રે; રે વેશ્યા ખટ સગપણ, તુજ મુજ એ કહ્યા; ખટ બાળકના ખટ બંધવ ખટ તુજ રે; મેળવતા અષ્ટાદશ નાતરાં એ થયાં. હાલો૦ હ૦ ૯ એહવા વયણ સુણી વેશ્યા ઘરમાંથી રે; ઉઠી રે નિજ દ્વારે આવી ઉતાવળી; ઘર ઝુંડી તુમે થયા સાધવી તોહી રે; મુખથી રે શું ભાંખો છો ? મોટું અલી. હાલો૦ હ૦ ૧૦ સાંભળ વેશ્યા સર્વથી ઠંડ્યું અસત્ય રે; તો કિણ કારણ મોટું જૂઠું અમે કહું ? અચરજ પામ્યા સાંભળી સાધ્વી બોલ રે; કરજોડી કહે ભાંખો સવિ કારણ લહું. હાલો૦ હ૦ ૧૧
સઝાય સરિતા