________________
ક્રોધ તે નરકનું બારણું, ક્રોધ દુરિત પક્ષપાતી રે. પા૫૦ ૧ પાપસ્થાનક છઠ્ઠ પરિહારો, મન ધરી ઉત્તમ ખંતી રે; ક્રોધભુજંગની જાંગુલી, એહ કહી જયવંતી રે. પા૫૦ ૨ પૂરવ કોડિ ચરમ ગુણે, ભાવ્યો છે આતમા જેણે રે; ક્રોધ વિવશ હુતાં દોય ઘડી, હારે સવિ ફલ તેણે રે. પા૫૦ ૩ બાળે તે આશ્રમ આપણો, ભજનો અન્યને દાહે રે; ક્રોધ કૃશાનું સમાન છે, ટાળે પ્રથમ પ્રવાહે રે. પા૫૦ ૪ આક્રોશ-તર્જના-ઘાતના, ધર્મબંશને ભાવે રે; અગ્રિમ અગ્રિમ વિરહથી, લાભ તે શુદ્ધ સ્વભાવે રે. પા૫૦ ૫ ન હોય ને હોય તો ચિર નહિ, ચિર રહે તો ફલ છેહો રે; સજજન ક્રોધ તે એહવો, જેહવો દુરજન નેહ રે. પા૫૦ ૬ ક્રોધી મુખે કટું બોલણા, કંટકીઆ કુટ સાખી રે; અદીઠ કલ્યાણકરા કહ્યાં, દોષ તરૂં શત શાખી રે. પા૫૦ ૭ કુરગડુ ચઉતપ કરા, ચરિત સુણી શમ આણો રે; ઉપશમ સાર છે પ્રવચને, સુજશ વચન એ પ્રમાણો રે. પાપ૦ ૮
(ઢાળ ૭) પાપસ્થાનક કહે સાતમું શ્રી જિનરાજ એ. માન માનવને હોય દુરિતશિરતાજ એ, આઠ શિખર ગિરિરાજ તણાં આડાં વળે, નાવે વિમલાલોક તિહાં કિમ તમ ટળે ? ૧ પ્રજ્ઞામદ તપસદ વળી ગોત્રમર્દ ભર્યા આજીવિકા મદવંત ન મુક્તિ અંગી કર્યા ક્ષયોપશમ અનુસાર જો એહ ગુણ વહે,
શ્યો મદ કરવો એહમાં ? નિર્મદ સુખ લહે. ૨ ઉચ્ચભાવ દગદોષે મદજવર આકરો, હોય તેહનો પ્રતિકાર કહે મુનિવર ખરો, પૂર્વપુરૂષ સિંધુરથી લઘુતા ભાવવું, શુદ્ધ ભાવન તે પાવન શિવસાધન નવું. ૩ માને ખોયું રાજ્ય લંકાનું રાવણે, સાય સરિતા
૪૬૭