________________
.....'
પાપ બંધાએ રે અતિઘણાં, સુત સકલ ક્ષય જાય, અબ્રહ્મચારીનું ચિંતવ્યું, કદિય સફલ નહિ થાય. ૮ મંત્ર ફલે જગિ જસ વધે, દેવ કરે રે સાનિધ, બહ્મચર્ય ધરે જે નરા, તે પામે નવનિધ. ૯ શેઠ સુદર્શનને ટલી, શૂલિ સિંહાસન હોય, ગુણ ગાયે ગગને દેવતા, મહિમા શીલનો જોય. ૧૦ મૂલ ચારિત્રનું એ ભલું, સમકિત વૃદ્ધિ નિદાન, શીલ સલિલ ઘરે જિ કે, તસ હુએ સુજશ વખાણ. ૧૧
(ઢાળ ૫) પરિગ્રહ મમતા પરિહરો, પરિગ્રહ દોષનું મૂલ, સલૂણે, પરિગ્રહ જેહ ઘરે ઘણો, તસ તપ-જપ પ્રતિકૂલ. સલૂણે.
પરિગ્રહ મમતા પરિહરો... નવિ પલટે મૂલ રાશિથી, માર્ગી કદિય ન હોય; સલૂણે, પરિગ્રહ ગ્રહ છે અભિનવો, સહુને દિએ દુઃખ સોય. સલૂણે. પરિ૦ ૨ પરિગ્રહ મદ ગુરૂઅત્તણે, ભવમાંહિ પડે જંત; સલૂણે, યાનપાત્ર જિમ સાયરે, ભારાક્રાંત અત્યંત, સલૂણે. પરિ૦ ૩ જ્ઞાન-ધ્યાન હય-ગયવરે, તપ-જપ-કૃત પરિતંત; સલૂણે, છોડે પ્રથમ પ્રભુતા લહે, મુનિ પણ પરિગ્રહવંત. સલૂણે. પરિ૦ ૪ પરિગ્રહગ્રહ વિશે લિંગિયા, લે કુમતિરજ સીસ; સલૂણે, જિમ તિમ જગ લવતા ફિરે, ઉન્મત્ત હુઈ નિશદીસ. સલૂણે. પરિ૦ ૫ તૃપતો ન જીવ પરિગ્રહે, ઈધણથી જિમ આગ; સલૂણે, તૃષ્ણાદાહ તે ઉપશમે, જલ સમ જ્ઞાન વૈરાગ. સલૂણે. પરિ૦ ૬ તૃપતો સગર સુતે નહિ, ગોધનથી કૂચીકર્ણ; સલૂણે, તિલકશેઠ વળી ધાન્યથી, કનકે નંદ સકર્ણ. સલુણે. પરિ૦ ૭ અસંતુષ્ટ પરિગ્રહભર્યા, સુખીયા ન ઈદ-નરિંદ; સલૂણે, સુખી એક અપરિગ્રહી, સાધુ સુજસ સમકંદ. સલૂણે. પરિ૦ ૮
(ઢાળ ૬). ક્રોધ તે બોધ નિરોધ છે, ક્રોધ તે સંયમઘાતી રે;
૪૬ ૬
સક્ઝાય સરિતા