SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ (ઢાળ ૩) ચોરી વ્યસન નિવારીએ, પાપસ્થાનક હો ત્રીજું કહ્યું ઘોર કે, ઈહભવ પરભવદુઃખ ઘણા. એહ વ્યસને હો પામે જગત ચોર કે... ચોરી. ૧ ચોર તે પ્રાયે દરિદ્રી હુએ, ચોરીથી હો ધન ન કરે નેટ કે, ચોરને કોઈ ધણી નહિં, પ્રાયે ભૂખ્યું હો રહે ચોરનું પેટ કે... ચોરી ૨ જિમ જલમાંહી નાંખીયો, તલે આવે તો જલને અયગોલ કે, ચોર કઠોર કરમ કરી, જાય નરકે હો તિમ નિપટ નિટોલ કે.. ચોરી, ૩ નાઠું પડ્યું વળી વિસર્યું, રહ્યું રાખ્યું હો થાપણ કર્યું જેમ કે, તૃણ તુસ માત્ર ન લીજીએ, અણદીધું હો કિહાં કોઈનું તેહ કે... ચોરી ૪ દૂરે અનર્થ સકલ ટળે, મિલે વ્હાલા હો સઘળે જશ થાય કે, સુરસુખનાં હુએ ભેટમાં, વ્રત ત્રીજું તો આવે જસ દાય કે.. ચોરી, ૫ ચોરપણું ત્યજી દેવતા, હોયે નિશ્ચલ તો રોહીણીયો જેમ કે, એ વ્રતથી જ સુખ લહે, વળી પ્રાણી હો વહે પુણ્યશું પ્રેમ કે.. ચોરી૬ (ઢાળ ૪). પાપસ્થાનક ચોથું વઈએ, દુર્ગતિ મૂલ અખંભ, જગ સવિ મુંઝયો છે એહમાં, છાડે તેહ અચંભ. ૧ રડું લાગે રે એ ધરે, પરિણામે અતિ અતિ દૂર; ફલ કિંપાકની સારિખું, વરજે સજજન દૂર. ૨ અધર વિદ્ગમ સ્મિત ફૂલડાં, કુચ લ કઠિન વિશાલ, રામા દેખી ન રાચીએ, એ વિષવેલી રસાલા. ૩ પ્રબલ જવલિત અયપૂતલી, આલિંગન ભલુ તંત, નરક દૂવાર નિતંબની, જઘન સેવન તે દુરંત. ૪ દાવાનલ ગુણવન તણો, કુલ મશીકૂચક એહ, રાજધાની મોહરાયની, પાતક-કાનન મેહ. ૫ પ્રભુતાએ હરિ સારીખો, રૂપે મયણ અવતાર, સીતાએ રે રાવણ યથા, છાંડો પર નર નાર. ૬ દશ શિર રજમાં રોળિયા, રાવણ વિવશ અખંભ, રામે ન્યાયે રે આપણો, રોપ્યો જગિ જય થંભ. ૭ સક્ઝાય સરિતા ૪૬૫
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy