SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૧. અઢાર પાપ સ્થાનકની સઝાયો (ઢાળ-૧૮) (ઢાળ ૧) પાપ સ્થાનક પહેલું કહ્યું રે, હિંસા નામે દુરંત, મારે જે જગ જીવને રે, તે લહે મરણ અનંત રે, પ્રાણી ! જિનવાણી ધરો ચિત્ત. ૧ માતાપિતાદિ અનન્તના રે, પામે વિયોગ તે મંદ; દારિદ્ર દોહગ નવિન ટકે રે, મિલે ન વલ્લભવૃંદ રે. ૨ હોએ વિપાકે દશગણું રે, એકવાર કીયું કર્મ; શત સહસ કોડી ગમે રે, તીવ્ર ભાવના મર્મ રે. ૩ 'મર’ કહેતા પણ દુઃખ હુવે રે, મારે કિમ નહિ હોય; હિંસા ભગિની અતિ બૂરી રે. વૈશ્વાનરની જોય રે. ૪ તેહને જોરે જે હુઆ રે, રૌદ્રધ્યાન પ્રમત્ત; નરક અતિથિ તે નૃપ હુઆ રે, જિમ સુભૂમ બ્રહ્મદત્ત રે. ૫ રાય વિવેક કન્યા ક્ષમા રે; પરણાવે જસ સાય; તેહ થકી દૂરે ટલે રે. હિંસા નામે બલાય રે. ૬ (ઢાળ ૨). બીજું પાપનું સ્થાન, મૃષાવાદ દુર્ગાન; આજ હો છંડો રે ભવી ! મંડો ધર્મશું પ્રીતડી ... ૧ વેર ખેદ અવિશ્વાસ, એહથી દોષ અભ્યાસ, આજ હો થાય રે નહિ જાયે, વ્યાધિ અપથ્યથી જ... ૨ રહેવું કાલિક સૂરિ, પરિજન વચન તે ભૂરિ, આજ હો સહેવું રે નવિ કહેવું, જૂઠ ભયાદિકે છે.... ૩ આસન ધરત આકાશ, વસુ નૃપ હુઓ સુપ્રકાશ, આજ હો જૂઠે રે સુર રૂઠે, ઘાલ્યો રસાતલે છે... ૪ જે સત્ય વ્રત ધરે ચિત્ત તે હોય જગમાં પવિત્ત, આજ તો તેને રે નવિ ભય, સુર-વ્યતર-યક્ષથી છે... ૫ જે નવિ ભાખે અલીક, બોલે ઠાવું ઠીક, આજ હો ટેકે રે સુવિવેકે સુયશ તે સુખ વરે જી.. ૬ ૪૬૪ સક્ઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy