SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ - ૨૧૯. સિદ્ધચક્ર (ઓળી)ની સજઝાયો (ઢાળ-૩) (૧) ઢાળ ૧ : દેશ મનોહર માલવો, નિરૂપમ નયરી ઉજ્જણ લલના; રાજ કરે તિહાં રાજીયો, પ્રજાપાલ ભૂપાલ લલના શ્રી સિદ્ધચક્ર આરાધીયે.. તસ અંગજ બે બાલિકા, મયણા જગ વિખ્યાત લલના; જિન મતિ પાસે વિદ્યા ભણી, ચોસઠ કળા વિશાળ લલના... શ્રી. ૨ સાતસે કોઢીનો અધિપતિ, શ્રી શ્રીપાલ નરિંદ લલના; પરણાવી મયણા તેહને, કોડીશું ધરતી નેહ લલના... શ્રી. ૩ પિયુ ચાલો દેવ જુહારીયે, ઋષભ નિણંદ ઈષ્ટ દેવ લલના; પૂજી પ્રણમી આવીયા, ગુરૂ પાસે સસનેહ લલના... શ્રી ૪ કહે મયણા સુણો પૂજ્યજી, તુમ શ્રાવકનો રોગ લલના; કવણ કર્મ સંયોગથી, કેમ થશે એ નિરોગ લલના... શ્રી પં ગુર કહે વત્સ સાંભળો, નહીં અમ અવર આચાર લલના; સિદ્ધચક્ર યંત્ર જોઈને, કરશું તુમ ઉપકાર લલના... શ્રી. ૬ આસો સુદી સાતમ દિને, કીજે ઓળી ઉદાર લલના; પાંચે ઈદ્રિયો વશ કરો, કેવલ ભૂમિ સંથાર લલના... શ્રી. ૭ પડિક્કમણાં દો ટૂંકમાં, દેવવંદન ત્રણ કાલ લલના; વિધિશું છનવર પૂછયે, ગણણું તેરહજાર લલના... શ્રી. ૮ એમ નવદિન આયંબીલ કરે, મયણા ને શ્રીપાલ લલના; પંચામૃત હવણે કરી, નવરાવે ભરથાર લલના... શ્રી. ૯ શ્રી સિદ્ધચક્ર સેવા ફળી, પામ્યા સુખ શ્રીપાલ લલના; પૂરવ પુષ્ય પસાયથી, મુક્તિ લહે વરમાળ લલના... શ્રી. ૧૦ ઢાળ ૨ : સદગુરૂ વયણે તપ કરે રે લાલ, નારી અને ભરથાર રે, ચતુરનર; ભક્તિ યુતિ ઘણી સાચવે રે લાલ રહે સ્વામિ આવાસ રે... ચતુરનર૦ ૧ શ્રી અરિહંત પહેલે પદે રે લાલ બીજે સિદ્ધનું ધ્યાન રે ચતુરનર; ત્રીજે આચાર્ય વિઝાયને રે લાલ સકળ સાધુ પ્રણમે પાયરે... ચતુરનર૦ ૨ જ્ઞાન દર્શન ચારિત્રના રે લાલ ગુણસ્તવે ચિત્ત ઉદાર રે; ચતુરનર; નવમે તપ પુરૂ થયું રે લાલ ફળીયા વાંછિત કાજ રે.. ચતુરનર૦ ૩ // સક્ઝાય સરિતા ૪૬૧
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy