________________
માગસર વદિ પંચમી દિને સુણો પ્રાણીજી રે સુવિધિ જન્મ સુખ સંગ પુણ્ય અભંગ... સુણો પ્રાણીજી રે ૩ કાર્તિક વદિ પંચમી દિને સુણો પ્રાણીજી રે સંભવ કેવલજ્ઞાન કરો બહુમાન સુણો પ્રાણીજી રે દશ ક્ષેત્રે નેવુ જિનતણા સુણો પ્રાણીજી રે પંચમી દિનના કલ્યાણ સુખના નિધાન... સુણો પ્રાણીજી રે ૪
૪૬૦
ઢાળ ૪ ઃ હારે મારે-જ્ઞાની ગુરૂના વયણ સુણી હિતકાર જો ચાર વિદ્યાધરી પંચમી વિધિશું આચરે રે લોલ હારે મારે શાસન દેવને પંચ જ્ઞાન મનોહાર જો ટાળી રે આશાતના દેવવંદન કરે રે લોલ... હાંરે ૧ હાંરે મારે તપપૂરણથી ઉજમણાનો ભાવ જો એહવે વિદ્યુતયોગે સુરપદવી વર્યાં રે લોલ હારે મારે ધર્મ મનોરથ આળસ તજતાં હોય જો ધન્ય તે આતમ અવિલંબે કારજ સર્યાં રે લોલ... હાંરે૦ ૨ હાંરે મારે દેવથકી તુમકુખે લીયો અવતાર જો સાંભળી રોહિણી જ્ઞાન આરાધન ફળ ઘણાં રે લોલ હાંરે મારે ચારે ચતુરા વિનય વિવેક વિચાર જો ગુણ કેટલા આલેખીએ તુમ પુત્રી તણાં રે લોલ... હાંરે૦ ૩
ઢાળ ૫ ઃ
જ્ઞાનીના વયણથી ચારે બેની જાતિસમરણ પામી રે, જ્ઞાની ગુણવંતા ત્રીજા ભવમાંહે ધારણા કીધી સિધ્યાં મનના કામો રે જ્ઞાની ગુણવંતા ૧ શ્રી જિનમંદિર પાંચ મનોહર પંચવર્ણી જિન પ્રતિમા રે જ્ઞાની ગુણવંતા જિનવર આગમને અનુસારે કરે ઉજમણાનો મહિમા રે પંચમી તિથિ આરાધતાં પંચમ કેવલ નાણી તે થાય રે જ્ઞાની ગુણવંતા વિજયલક્ષ્મીસૂરિ અનુભવ નાણે સંઘસકલ સુખદાય રે... જ્ઞાની ગુણવંતા ૩
જ્ઞાની ગુણવંતા ૨
સજ્ઝાય સરિતા