________________
રોહિણી મંદિર સુંદર આવીયા રે નમી ભવ પૂછે દંપતિ સોયા
ચઉનાણી વયણે દંપતિ મોહિયા રે... ૧ રાજા રાણી નિજ સુત આઠનો રે તપફલ નિજભવ ધારી સંબંધ વિનય કરી પૂછે મહારાજને રે ચાર સુતાના ભવ પ્રબંધ... ચઉનાણી- ૨ રૂપમતી શીલવતી ને ગુણવતી રે સરસ્વતી જ્ઞાન કલા ભંડાર જનમથી રોગ સોગ દીઠો નથી રે કુણ પુણ્ય લીધો એ અવતાર...
ચઉનાણી૩
ઢાળ ૨ : ગુરૂ કહે વૈતાઢ્ય ગિરિવરે રે પુત્રી વિદ્યાધરી ચાર નિજ આયુ જ્ઞાનીને પૂછીયું રે કરવા સફલ અવતાર,
અવદારો અમ વિનતિ રે... ૧ ગુરૂ કહે જ્ઞાન ઉપયોગથી રે એક દિવસ તુમ આયા અલ્પકાળ જાણી કરી રે મનમાં વિમાસણ થાય... અવ૦ ૨ થોડામાં કાર્ય ધરમના રે કેમ કરીયે મુનિરાજ ગુરૂ કહે યોગ અસંખ્ય છે રે જ્ઞાનપંચમી તુમ કાજ... અવ૦ ૩ ક્ષણ આરાધે સવિ અઘ ટળે રે શુભ પરિણામે સાધ કલ્યાણક નેવુ જિન તણાં રે પંચમી દિવસે આરાધ... અવ૦ ૪
ઢાળ ૩ : ચૈત્ર વદિ પાંચમ દિને, સુણો પ્રાણીજી રે ચવીયા ચંદ્રપ્રભુ સ્વામ લહી સુખ ઠામ, સુણો પ્રાણીજી રે અછત સંભવ અનંતજી સુણો પ્રાણીજી રે સુદિ પંચમી શિવધામ શુભ પરિણામ.... સુણો પ્રાણીજી રે ૧ વૈશાખવદ પંચમી દિને સુણે પ્રાણીજી રે સંયમ લીયે કુંથુનાથ બહુ નર સાથ સુણો પ્રાણીજી રે જેઠ સુદિ પંચમી વાસરે સુણો પ્રાણીજી રે મુક્તિ પામ્યા ધર્મનાથ શિવપુર સાથ... સુણો પ્રાણીજી રે ૨ શ્રાવણ સુદિ પંચમી દિને સુણો પ્રાણીજી રે જમ્યા નેમિ સુરંગ અતિ ઉછરંગ સુણો પ્રાણીજી રે સઝાય સરિતા
૪૫૯