________________
એમ નવદિન બીલ કરે રે લાલ મયણા ને શ્રીપાલ રે; ચતુરનર; દંપતી સુખ લીએ સ્વર્ગના રે લાલ વિલસે સુખ શ્રીકાર રે... ચતુરનર૦ ૪ સોય જિમ દોરા પ્રતે રે લાલ આણી કસિદે ઠાય રે ચતુરનર; મયણાએ બે કુલ ઉદ્ધર્યા રે લાલ શ્રી જિનધર્મ પસાય રે... ચતુરનર૦ ૫ ગુરૂ દીવો ગુરૂ દેવતા રે લાલ ગુરૂ મોટો મહિરાણ રે ચતુરનર; ભવોદધિ પાર ઉતારવા રે લાલ જલધિએ જેમ નાવ રે... વંતુરનર૦ ૬ જે નવપદ ગુરૂજી દીયા રે લાલ ધરતા તેહશું નેહ રે ચતુરનર; પૂરવ પુષ્ય પામીયા રે લાલ મુક્તિ વર્યા ગુણ ગેહ રે... ચતુરનર૦ ૭ ૨૨૦. સિદ્ધચક્રની સઝાય (૨)
ઢાળ ૩. રાજગૃહી ઉદ્યાન, સમોસય ભગવંત, આછે લાલ;
શ્રેણિક વંદન આવિયાજી. ૧ હયગય રથ પરિવાર, મંત્રી અભયકુમાર, આ છે લાલ;
બહુ પરિવાર સુપરિવર્યા. ૨ વાંધા પ્રભુજી ના પાય, બેઠી પરષદા બાર, આ છે લાલ;
જિનવાણી સુણવા ભણીજી. ૩ દેશના દિયે જિનરાય, સાંભળે સહુ નરનાર, આછે લાલ;
નવપદ મહિમા વરણવેજી. ૪ આસો-ચૈતર માસ, કીજે ઓની ઉલ્લાસ, આછે લાલ,
સુદિ સાતમથી માંડીયેજી. ૫ પંચ વિષય પરિહાર, કેવળ ભૂમિ સંથાર, આ છે લાલ;
જુગતે જિનવર પુજીએજી. ૬ ગણીએ શ્રી નવકાર, દેવવંદન ત્રણ કાલ, આછે લાલ;
અઢાર હજાર ગણણું ગણોજી. ૭ નવ આંબીલ નિરમાય, કીજે ઓળી ઉદાર, આછે લાલ;
દંપતિ સુખ લિયે સ્વર્ગનાજી. ૮ મયણાં ને શ્રીપાલ, જપતાં નવપદ જાપ, આઈ લાલ;
અનુક્રમે શિવરમણી વર્ધાજી. ૯ (ઉત્તમસાગર શિષ્ય, પ્રણમે ને નિશદિશ, આછે લાલ;
નવપદ મહિમા જાણીએ. ૧૦)
૪૬૨
સઝાય સરિતા