________________
રાય મળીને તિણે પ્રભાતે ગૌતમ કેવલ હોત... ૧૯ તે શ્રી ગૌતમ નાપ જપતાં હોવે મંગલ માળજી વીર મુગતે ગયાથી નવસે એસી વાણું વરસે સિદ્ધાંત... ૨૦ ચરમ જિણેસર તવ એ ચરિત્ર, મૂક્યું છઠું વખાણજી, સમાવિજય શિષ્ય બુધ માણેક કહે સાંભળો શ્રોતા સુજાણજી. ૨૧
ઢાળ ૮ :. કાશી દેશ બનારસી સુખકારી રે અશ્વસેન રાજન, પ્રભુ ઉપકારી રે પટરાણી વામાસતી સુખકારી રે રૂપે રંભા સમાન...
પ્રભુ ઉપકારી રે ૧ ચૌદ સુપન સૂચિત ભલાં સુખકારી રે જમ્યા પાર્શ્વકુમાર પ્રભુ ઉપકારી રે પોષ વદિ દશમી દિને સુખકારી રે સુર કરે ઉત્સવ સાર... પ્રભુ ઉપકારી રે ૨ દેહમાન નવ હાથનું સુખકારી રે નીલવરણ મનોહાર પ્રભુ ઉપકારી રે અનુક્રમે જોબન પામીયા સુખકારી રે પરણ્યા પ્રભાવતી નાર...
પ્રભુ ઉપકારી રે ૩ કમઠતણો મદ ગાળીયો સુખકારી રે કાઢ્યો જલતો નાગ પ્રભુ ઉપકારી રે નવકાર સુણાવી તે કીયો સુખકારી રે ધરણ રાય મહા ભાગ...
પ્રભુ ઉપકારી રે ૪ પોષવદિ એકાદશી સુખકારી રે વ્રત લેઈ વિચરે સ્વામ પ્રભુ ઉપકારી રે વડ તળે કાઉસ્સગ્ને રહ્યા સુખકારી રે મેઘમાળી સુર તામ...
પ્રભુ ઉપકારી રે ! કરે ઉપસર્ગ જલ વૃષ્ટિનો સુખકારી રે આવ્યું નાસિકા નીર પ્રભુ ઉપકારી રે ચૂક્યા નહિં પ્રભુધ્યાનથી સુખકારી રે સમરથ સાહસ ધીર...
પ્રભુ ઉપકારી રે ૬ ચૈત્ર વદ ચોથને દિને સુખકારી રે પામ્યા કેવલ નાણ પ્રભુ ઉપકારી રે ચઉવિત સંઘ થાપી કરી સુખકારી રે આવ્યા સમેત ગિરિ ઠાણ...
પ્રભુ ઉપકારી રે ૭ પાળી આયુ સો વર્ષનું સુખકારી રે પહોંટ્યા મુક્તિ મહંત પ્રભુ ઉપકારી રે શ્રાવણ સુદિ દિન અષ્ટમી સુખકારી રે કીધો કર્મનો અંત...
પ્રભુ ઉપકારી રે ૮
૪૫૪
સક્ઝાય સરિતા