________________
પાસ-વીરને આંતરૂ સુખકારી રે વર્ષ અઢીસે જાણ પ્રભુ ઉપકારી રે કહે માણેક જિનદાસને સુખકારી રે કીજે કોડી કલ્યાણ...
ઢાળ ૯ ઃ
શૌરીપુર સમુદ્રવિજય ઘરે શિવાદેવી કુખે સારો રે
કાર્તિક વદિ બારસ દિને અવતર્યા નેમ કુમારો રે, જ્યો જ્યો જિન બાવીસમો ચૌદ સ્વપ્ન રાણીયે પેખીયાં કરવો સ્વપ્નતણો વિચાર રે
પ્રભુ ઉપકારી રે ૯
શ્રાવણ સુદિ દિન પંચમી પ્રભુ જન્મ હુઓ જયકાર રે... જ્યો૦ ૨ સુરગિરિ ઉત્સવસુર કરે જિન ચંદ્રકલા જિમ વાધે રે
એક દિન રમતાં રંગમાં હરિ આયુધ સઘળાં સાધે રે... જ્યો૦ ૩ ખબર સુણી હરિ શંકિયા પ્રભુ લઘુવય થકી બ્રહ્મચારી રે
બળવંત જાણી જિનને વિવાહ મનાવે મુરારી રે... જ્યો૦ ૪ જાન લેઈ જાદવ આગ્રહે જિન આવ્યા તોરણ બાર રે
જ્યો૦ ૬
ઉગ્રસેન ઘર આંગણે તવ સુણીયો પશુ પોકાર રે... જ્યો૦ ૫ કરૂણાનિધિએ રથ ફેરવ્યો નવિ માન્યો કહેણ કેહનો રે રાજુલને ખટકે ઘણું નવ ભવનો સ્નેહ છે જેહનો રે... દાન દેઈ સંયમ લીયો શ્રાવણ છઠ્ઠું અજુ આળી રે ચોપન દિન છદ્મસ્થે રહી લહ્યું કેવલ કર્મને ગાળી રે... જ્યો૦ ૭ આસો વદિ અમાવાસ્યાએ દે દેશના પ્રભુજી સારી રે
પ્રતિબોધ પામી વ્રત લીયો રહનેમ રાજુલનારી રે... જ્યો૦ ૮ આષાઢ સુદિ દિન અષ્ટમી પ્રભુ પામ્યા પદ નિર્વાણો રે રૈવતગિરિવર ઉપરે મધ્યરાત્રિયે તે મન આણોરે... જ્યો૦ ૯ શ્રી પાર્શ્વનાથ થયા પહેલાં ક્યારે નેમ થયા નિરધારો રે સાડા સાતસે બ્યાસી હજાર વર્ષે ચિતમાંહે ચતુર વિચારો રે...
જ્યો૦ ૧૦
સહુકો જિનનાં આંતરાં મન દેઈ મુનિવર વાંચે રે ઈહાં પૂરણ વ્યાખ્યાન સાતમું સુણી પુણ્ય ભંડારને સાંચે રે... જ્યો૦ ૧૧
DO
સજ્ઝાય સરિતા
૪૫૫